ગોધરા / હેલમેટ ન પહેરતાં પોલીસે મને રૂમમાં પુરી માર્યો, બે કલાક ગોંધી રાખ્યો હોવાનો બાઇક ચાલકનો આક્ષેપ

Police, wearing a helmet, Beats the boy to a room at the city police station

  • ગોધરાના વેલ્ડિંગનું કામ કરતાં યુવકને પોલીસે ઢોર માર માર્યાની અરજી : યુવકને પોલીસ મથકે 2 કલાક ગોંધી રાખ્યાનો પણ આક્ષેપ
  • પોલીસે મને માર માર્યો : યુવકનો આક્ષેપ મેમો આપ્યા સિવાય કશું થયું નથી: PI
     

Divyabhaskar.com

Dec 03, 2019, 09:04 AM IST

ગોધરા: ગોધરાના યુવાન લુણાવાડાથી ગોધરા આવતાં શહેરા ટોલનાકા પાસે પોલીસે રોકીને હેલ્મેટ ન પહેરેલા યુવાનને મારમારીને પોલીસ મથકે બે કલાક ગોંધી રાખ્યો હોવાના આક્ષેપ કરતી અરજી જિલ્લા પોલીસ વડાને કરી છે. ગોધરાના સિંગલ ફળીયામાં રહેતો રફીક મોહમદ ભાગલીયા વેલ્ડીંગનુ઼ કામ લુણાવાડાથી પુર્ણ કરીને ગાડી પર ગોધરા પરત ફરી રહ્યો હતો. ત્યારે શહેરાના ટોલનાકા પાસે હેલમેટ ન પહેરતાં પાંચ થી છ પોલીસ કર્મચારીઓએ રફીક ભાગલીયાને મારમાર્યો હોવાના આક્ષેપ કરતી અરજી જિલ્લા પોલીસવડાને રફીકે કરી હતી.


પોલીસવડાને કરેલી આક્ષેપ કરતી અરજીમાં જણાવ્યુ઼ હતું કે શહેરાના ટોલનાકા પાસે 5 થી 6 પોલીસ કર્મી રફીકને રોકીને તે હેલમેટ નહી પહેરીને ગુનો કર્યો છે. તુ઼ રૂ.3 હજાર આપ નહિ તો અમે તારી સામે ગુનો બનાવીશું તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા. બાદમાં રફીકને જીપમાં બેસાડીને શહેરા પોલીસ મથકે રફીક ભાગલીયાને એક રુમમાં બંધ કરીને દંડા અને ગડદાપાટુનો મારમાર્યો હતો.રફીકના ખિસ્સામાંથી 1300 રુ. જબરજસ્તી કાઢીને 500 રુના દંડની પહોંચ બનાવીને બે કલાક બાદ રફીકને છોડયો હોવાનો આક્ષેપ અરજીમાં કર્યો હતો.પોલીસના મારથી ઇજાઓ થતાં રફીકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કર્યો હતો. જેથી મને જે પોલીસ કર્મચારીઓએ માર્યો છે. તેઓની વિરુદ્ધ કાયદેસરની ફરીયાદ નોંધવા જિલ્લા પોલીસવડાને આક્ષેપ કરતી અરજી રફીક ભાગલીયાએ કરી હતી. સાથે અરજીમાં ટોલનાકા તથા શહેરા પોલીસ સ્ટેશનના સીસીટીવી કુટેજ ની તપાસ કરવામાં આવે તો તમામ હકીકત બહાર આવે તેમ છે.


હેલમેટ ન પહેર્યું હોવાથી મેમો આપ્યો હતો: પીઆઇ
હુ઼ તો રજા પર હતો પણ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન હેલમેટ ન પહેરતાં મેમો આપ્યો છે. એના સિવાય બીજુ કશું થયું નથી તેમ મને જાણવા મળ્યુ઼ છે. - એન.એમ.પ્રજાપતિ, પીઆઇ, શહેરા પોલીસ મથક


સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે : અરજદાર
મેં હેલમેટ ન પહેરતાં પોલીસે મને ગાડીમાં બેસાડીને શહેરા પોલીસ મથકે રુમમાં પુરીને મારમાર્યો હતો. મારા ખિસ્સામાંથી 1300 રુ કાઢી લઇને 500 રુનો મેમો આપ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ કરવા ટોલનાકાના અને શહેરા પોલીસ મથકના સીસીટીવી કુટેજ ચેક કરેતો બધુ઼ સત્ય બહાર આવે. - રફીક ભાગલીયા, અરજદાર

X
Police, wearing a helmet, Beats the boy to a room at the city police station

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી