તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંતરામપુરઃ સંતરામપુરમાં 5 ઘોડામાં ગલેન્ડરના લક્ષણો દેખાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા 5 ઘોડાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. નાના નટવા ગામે પાંચ ઘોડાને લઈને વહીવટીતંત્ર ઘોડાને દફનવિધિ કરવા ગયા હતા, પરંતુ ગામના લોકોએ વિરોધ અને કર્મચારીઓ પર અધિકારીઓ પર હુમલો કરીને દફનવિધિ કરવાનો વિરોધ કર્યો હતો.
રાતોરાત તમામ વહીવટી તંત્ર સંતરામપુરના નગરપાલિકાની હદમાં વોર્ડ નં1-માં જુના તળાવ પાસે અને કુરેટા નજીક કામગીરી હાથ ધરવામાં આવી હતી. પણ વહીવટી તંત્ર કુરેટા નજીક રોડની સાઈડમાં પાંચ ઘોડાને દફનવિધિ કરવામાં આવી હતી. જેથી ગામના લોકોએ તે જગ્યા પર દફનવિધિનો વિરોધ કર્યો હતો અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. લોકો રહેતા હોવાથી આવી ગંભીર બીમારીવાળા ઘોડાને દફનાવી નહીં મુશ્કેલી ઉભી થઇ શકે છે.
પશુપાલન કર્મચારી વેટનરી ડૉક્ટર અધિકારી તમામનો ગ્રામજનોએ આ જગ્યા પર નો લોકોને પૂછ્યા વગર દફનાવેલા છે, તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને દફનવિધિ જગ્યાએ વહીવટી તંત્ર સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરેલી નથી આ જગ્યા ઉપર ચારે બાજુ ફેન્સિંગ વાયરીંગ અને પ્લાસ્ટર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ કરી છે અને આ જગ્યા પશુઓ પણ જતા હોય છે અમારા પશુઓને પણ નુકસાન થાય છે જો વહીવટીતંત્ર અમારી વાત નહીં લાગે તો તો અમે બધા કાઢીને મામલતદાર કચેરી નગરપાલિકામાં પછી આવશો આવું ગ્રામજનોએ ચીમકી આપી છે અને કામગીરી દરમિયાન માસ હાથના મોજા તમામ ચીજવસ્તુઓ જ્યારે ખુલ્લામાં ફેંકી દેવામાં આવેલી છે નિયમ અનુસાર મેડિકલ વેસ્ટ કચરો તેને બાળીને નાશ કરવો જોઈએ પણ તંત્રની બેદરકારીના કારણે આજે રોડ ઉપર ખુલ્લામાં ફેંકી દેવામાં આવેલો છે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.