તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ ફાટી નીકળતા ગેસ્ટ હાઉસ અને કટલરીની દુકાનને ચપેટમાં લીધી, ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેસ્ટ હાઉસ અને દુકાનોમાં આગ - Divya Bhaskar
ગેસ્ટ હાઉસ અને દુકાનોમાં આગ
  • આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી

કાલોલઃ કાલોલ બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસ અને બે દુકાનોમાં શોર્ટ સર્કિટથી આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ થતાં જ કાલોલ ફાયર બિગ્રેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 
ઇલેક્ટ્રોનિકની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી
પંચમહાલ જિલ્લાના કાલોલ બસ સ્ટેશન પાસેની દુકાનોની હરોળમાં આવેલી ઈલેક્ટ્રોનિકની દુકાનમાં આજે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. આ આગે બાજુમાં આવેલી કટલરીની દુકાન અને ઉપરના ભાગે આવેલા ચંદ્રલોક ગેસ્ટ હાઉસને પણ ચપેટમાં લઇ લીધા હતા. આગ લાગતા જ નજીકના દુકાનદારો દોડી આવ્યા હતા અને આગને બૂઝાવવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને સતત પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી. 
ગેસ્ટ હાઉસ અને દુકાનોનો તમામ સામાન બળીને ખાખ
ઈલેક્ટ્રોનિક અને કટલરીની દુકાન અને ચંદ્રલોક ગેસ્ટ હાઉસનો તમામ સામાન આગમાં બળીને ખાખ થઇ ગયો હતો. જોકે સદનસીબે રહેણાક વિસ્તાર હોવા છતાં કોઇ જાનહાની થઇ નહોતી. ઘટનાની જાણ થતાં પોલીસ, નગરપાલિકા પ્રમુખ, તેમજ કાલોલ મામલતદાર કચેરી સહિતનું અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઉપરાંત ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

(અહેવાલઃ જયવીરસિંહ સોલંકી, કાલોલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો