તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્પેન્ડ ધારાસભ્ય પુત્રને બચાવવા પિતાએ કોંગ્રેસ તાલુકા પ્રમુખ પદેથીનું રાજીનામું આપ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વી.કે.ખાંટની ફાઇલ તસવીર. - Divya Bhaskar
વી.કે.ખાંટની ફાઇલ તસવીર.
  • ગોધરામાં અમિત ચાવડાને રાજીનામું આપ્યું
  • મોરવા(હ)ના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું સભ્યપદ જાતિના પ્રમાણપત્રને કારણે જોખમાયું

ગોધરા: ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને 30 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા વી.કે.ખાંટે મોરવા(હ) કોંગ્રેસ તાલુકા પ્રમુખ પદેનું રાજીનામું ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને આપતાં કોંગ્રેસના કાર્યકરો અંચબામાં પડી ગયા હતા. વેચાતભાઇ ખાંટના પુત્ર ભુપેન્દ્ર ખાંટે કોંગ્રેસે ટિકિટ ન આપતાં અપક્ષ ઉમેદવારી નોંધાવીને મોરવા(હ) વિધાનસભાની ચૂંટણી જીતી હતી. બાદમાં ભુપેન્દ્ર ખાંટના જાતિ પ્રમાણપત્રને લઇને મુદ્દો કોર્ટમાં જતાં ધારાસભ્ય પદ જોખમમાં મુકાય તેવી પરિસ્થિત ઉભી થઇ છે. ત્યારે ભાજપમાં જોડાવવાની શકયતા અને પુત્રના પદને બચાવવા વી.કે.ખાંટે મોરવા(હ) કોંગ્રેસ તાલુકા પ્રમુખ પદેથી રાજીનામુ઼ ધરી દીધુ઼ હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી. 
સંવાદ કાયક્રમ કોંગ્રેસ પક્ષે રદ કર્યો
મોરવા(હ) ખાતે પ્રભાબેન તાવીયાડના અધ્યક્ષ સ્થાને સંવાદ કાયક્રમ રાખવામાં આવેલો તેને કોંગ્રેસે પક્ષે રદ કર્યો હતો. જ્યારે વેચાતભાઇ ખાંટ સામે મોરવા(હ) ના સ્થાનિક કાર્યકરોમાં છુપો અસંતોષ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સસ્પેન્ડ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનો કાર્યકાળ નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે વી.કે.ખાંટે રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચાઓ ઉઠી છે. જ્યારે વી.કે.ખાંટે નાદુસ્ત રહેતી તબિયતના કારણે પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી કોંગ્રેસના પ્રાથમિક અને સક્રીય સભ્ય તરીકે સેવા ચાલુ રહેશે તેમ રાજીનામામાં જણાવ્યું હતું. જોકે હજુ સુધી પ્રદેશે કોંગ્રેસે વી.કે.ખાંટનું રાજીનામું મંજુર કર્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
તબિયત બરાબર ન રહેતા રાજીનામું આપ્યું
વી.કે.ખાંટે જણાવ્યું છે કે, હું 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને 15 વર્ષથી મોરવા(હ) કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું તબિયત બરાબર રહેતી નથી અને યુવાઓ જવાબદારી લે તે માટે મેં પ્રમુખ પદનુ઼ રાજીનામુ઼ આપ્યું છે.
રાજીનામુ મળ્યું છે
પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતભટ્ટીએ જણાવ્યું હતું કે, મોરવા(હ) તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. ખાંટનું રાજીનામું પ્રમુખ અમીત ચાવડા અને જિલ્લાકક્ષાએ આપ્યું છે. તેઓએ તબિયત બરાબર ન રહેતી હોવાનુ઼ કારણ રાજીનામામાં જણાવ્યુ઼ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો