તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Employee On Contract Working In Alambic Company Threatens To Defraud Non payment Of Compensation After Accident In The Company

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલેમ્બિક કંપનીમાં કામ કરતા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીને કંપનીમાં અકસ્માત બાદ વળતર ન ચૂકવતા આત્મવિલોપનની ચીમકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા પગમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી
  • યુવાને કહ્યુ: કંપનીએ મદદની વાત કરી હતી પણ કોઇ મદદ મળી નથી, કંપનીના ગેટ પાસે આત્મવિલોપન કરીશ

હાલોલઃ હાલોલ તાલુકાના પાનેલાવ ખાતે આવેલા હંમેશા પર્યાવરણને લઇને વિવાદમાં રહેલી એલમ્બિક કંપનીમાં કામ કરતા કામદાર યુવાનને 2 મહિના અગાઉ કંપનીમાં કાર ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જતાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા પગમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી. અકસ્માત બાદ કંપની સંચાલકોએ પોલીસ ફરિયાદ સહિત પથારીવસ રહે ત્યાં સુધી પગાર અને ખર્ચ આપવાની બાહેધારી આપ્યા બાદ સંચાલકોએ મોં ફેરવી લેતા નાસી પાસ થયેલા કામદાર યુવાન ન્યાય માટે પોલીસના શરણે જતા જ્યાં પોલીસે ફરિયાદ ન લેતા નાસીપાસ થયેલા યુવાને જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો કંપનીના ગેટ પાસે આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારી છે.
હાલોલના ખોડિયાર નગરમાં રહેતો પંકજ દલપત ભાઈ ચૌહાણ(23) પાનેલાવ સ્થિત એલમ્બિક કંપનીમાં 5 મહિના પહેલાં કોટ્રાક્ટ પર નોકરીએ લાગ્યો હતો. 9 નવેમ્બરના રોજ પંકજ ફર્સ્ટ શિફ્ટમાં નોકરી પર ગયો હતો. જ્યાં કંપનીના શેડ પાસેથી બીજા શેડ તરફ ચાલતો જતો હતો. દરમિયાન કંપનીમાં GJ-06-6679 નંબરની કારના ચાલકે ગફલત ભરી બેદરકારી દાખવીને કાર દોડાવતા પંકજ અડફેટે આવી ગયો હતો. જેથી પંકજના પગ પર કાર ચડી જતા પંકજને ગંભીર ઈજાઓ પહોચી હતી. જે કંપનીના સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ ગઇ હતી. ઈજાગ્રસ્ત પંકજને હાલોલના ખાનગી દવાખાનામાં લઇ જવાયો હતો. જ્યાં તેના પગનું ઓપરેશન કરીને બે સળિયા નાખવામાં આવ્યા છે. 
પંકજ ભાનમાં આવતા કંપનીના સંચાલકોને પોલીસ ફરિયાદનું કહેતા અમે બધું કરી લઇશું તું ચિંતા ના કર અને તારો પગાર પણ ચાલુ રહેશે અને દવાનો તમામ ખર્ચ પણ આપીશુંની બહેધારી આપી હતી. સમય જતાં પંકજે કંપની અને કોન્ટ્રેક્ટરને દવાના ખર્ચ અને નોકરી પર આવવાનું જણાવતા સંચાલકોએ નહીં નોકરી કે દવાનો ખર્ચ આપવાનું ના કહી દેતા પંકજના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને આઘાતમાં સરી ગયેલો પંકજ ન્યાય માંગવા પોલીસ મથકે ગયો હતો. જોકે પોલીસે કહી દીધું હતું કે, ફરિયાદ ઘણી મોડી થઈ ગઈ છે તેમ કહીને ફરિયાદ ન લેતા પંકજની જિંદગી અંધકારમય બની જતા ટુંક સમયમાં ન્યાય નહીં માળે તો કંપની ગેટ પાસે પોતે આત્મ વિલોપન કરી જિંદગી નો અંત લાવી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
કંપની અને કોટ્રાક્ટરે મારી સાથે વિશ્વાસઘાત કર્યાં છે પોલીસ ફરિયાદ અમે કરીશુ તેમ કહીને  તે વખતે ફરિયાદ નહીં કરવા દઇને દવા સહિત ઘર ખર્ચ અને નોકરીનો પગાર આપીશુંની બહેધારી આપી હતી. હવે હાથ અદ્ધર કરી લેતા હું ન્યાય માટે હાલોલ રૂરલ પોલીસ મથકે ગયો હતો. પણ પોલીસે પણ મારી ફરિયાદ ન લઈ સમાધાન કરી લેવાનું દબાણ કરતા મેં જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે. હાલ ઘરની તમામ જવાબદારી મારા પર છે. મારી પત્ની ગર્ભવતી છે, જો મને ટુંક સમયમાં ન્યાય નહીં મળે તો હું આત્મ વિલોપન કરી લઈશ તેના માટે કંપની અને પોલીસ જવાબદાર રહેશે
એલમ્બિક કંપનીમાં જે કાર થી પંકજને અકસ્માત થયો છે, જેમાં કંપનીવાળા કે કોઈ કારના ચાલકને પકડવા નથી જતા. પોલીસ ફરિયાદ કેમ ના કરાઈનું પૂછતાં સમાધાનની વાત ચાલુ હતી. એટલે પોલીસ ફરિયાદ કરાઇ નથી.
-ફતેસિંગ ચૌહાણ કોટ્રાક્ટર
મને ઘટના અંગે  થોડી થોડી ખબર છે, કામદાર પંકજ કોટ્રાક્ટનો માણસ છે અને કાર પણ ટ્રાવેલ્સની છે, હું ઓથોરાઈઝ પર્સન નથી અને મારે આમ કોઈ લેવાદેવા નથી.
-સાયરેસ દેસાડીયા HR.અધિકારી એલમ્બિક પાનેલાવ

(અહેવાલઃ મક્સુલ મલિક, હાલોલ)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો