તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદા સાહેબ ફાળકેએ કારર્કિદીની શરૂઆત ગોધરાથી કરી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1895માં ગોધરામાં સ્ટુડિયો ચાલુ કરવા ભાવરાવ દેસાઇએ જમીન આપી હતી
  • દેસાઈ પરિવારના મકાનમાં આજે પણ દાદા સાહેબ ફાળકેનો ફોટો છે
  • અનેક કાર્યક્રમોમાં દાદા સાહેબ ઘરે ફોટોગ્રાફી કરવા આવતા: સુધીર દેસાઈ

ગોધરા: સરકારે સુપર સ્ટાર અમિતાભ બચ્ચન​​​​​​​ને દાદાસાહેબ ફાળકે એવોર્ડ ​​​​​​​આપવાનું નક્કી કર્યુ઼ છે. ત્યારે દાદાસાહેબ ફાળકેએ તેમની ફિલ્મ લાઇનની પ્રથમ શરૂઆત ગોધરા ખાતેથી કરી હતી. ગીદવાણી રોડ ઉપર 1895માં દાદા સાહેબ ફાળકેનો સ્ટુડિયો આવેલો હતો. ગોધરાના જહૂરપુરા શાક માર્કેટ પાસે જુનું દેસાઈ પરિવારના મકાનમાં આજે પણ દાદા સાહેબ ફાળકેના ફોટો સ્ટુડિયોની ગવાહી આપે છે. દાદા સાહેબ અને દેસાઇ પરિવાર વચ્ચેના પારિવારિક સંબંધોની અને જેતે સમયે દાદા સાહેબ ફાળકે એ પોતાના કેમેરામાં કંડારેલી દેસાઈ પરિવારની તસવીરો આજે પણ આ પરિવાર પાસે મોજુદ છે.

ફોટોગ્રાફીની દુનિયામાં કદમ મૂકીને કારકિર્દીની શરૂઆત
ગોધરાના આ મકાનમાં રહેતા અને દેસાઈ પરિવારની ચોથી પેઢી ધરાવતા સુધીરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ તેઓના પરિવારમાં ધાર્મિક સહિત કાર્યક્રમના સમયે દાદા સાહેબ ફાળકે તેઓના ઘરે ફોટોગ્રાફી કરવા હતા. ગોધરામાં આવી પ્રથમ ફોટો સ્ટુડીયો શરૂ કરી ફોટોગ્રાફીની દુનિયામાં કદમ મૂકી પોતાની કારકિર્દી શરૂ કરનાર દાદા સાહેબ ગોધરા સુધી લંબાવવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે.

દાદા સાહેબે સ્ટુડિયો માટે સૌપ્રથમ ગોધરા પસંદ કર્યું
વડોદરાના સયાજી રાવ ગાયકવાડ પાસે જઈ દાદા સાહેબે ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા જાહેર કરી હતી જેને લઇ સયાજી રાવ ગાયકવાડે કલા ભવન ખાતે ફોટોગ્રાફીનો કોર્ષ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. જ્યાં દાદા સાહેબે ફોટોગ્રાફીનો કોર્સ પૂર્ણ કર્યો હતો. કોર્સ પૂર્ણ થતા પોતાનો ફોટો સ્ટુડિયો શરૂ કરવાનો વિચાર આવતા તેઓએ સો પ્રથમ ગોધરા પસંદ કર્યું હતું. જ્યાં આવી તેઓએ હાલ હયાત સુધીર ભાઈ દેસાઈના દાદા ભાવરાવ દેસાઈને મળ્યા હતા. તે સમયે ભાવરાવ દેસાઈ 22 ગામો ધરાવતા સોથી મોટા ધનવાન ગણાતા હતા. તેઓને મળી દાદા સાહેબે ફોટો સ્ટુડિયો શરૂ કરવા જગ્યા માંગતા તેઓને હાલ ગીદવાણી રોડના નામે ઓળખાતા વિસ્તારમાં વર્ષ 1895માં જગ્યા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...