તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • BJP Is Responsible For Most Of Misconduct On Women Controversial Statement Of Former Congress MP Prabha Taviyad

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં મોટાભાગે ભાજપના લોકો સંકળાયેલા હોય છેઃ કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડનું વિવાદિત નિવેદન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ - Divya Bhaskar
કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ
  • દુષ્કર્મની ઘટનાઓમાં ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથીઃ પ્રભા તાવિયાડ
  • ભાજપના રાજમાં મહિલાઓનુ શોષણ થઇ રહ્યું હોવાના આક્ષેપ

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના શહેરામાં આજે કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી અને દાહોદના કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડે જણાવ્યું હતું કે, હું એટલુ કહીશ કે, મહિલાઓ પર જે અત્યાચાર અને બળાત્કાર થાય છે એમા મોટાભાગના લોકો ભાજપના હોય છે. તે નલિયાકાંડ હોય, મોડાસા હોય, ઉન્નાવ કે રાજસ્થાનની ઘટના હોય તેમાં મોટાભાગે ભાજપના જ સંકળાયેલા હોય છે.
ભાજપની સરકાર બહેનો પર ત્રાસ કરી રહી છે
કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડે જણાવ્યું હતું કે, આરએસએસની જે શાખાઓ હોય છે, તેમાં બહેનોને સમાવેશ થયો નથી. આરએસએસની વિચારસરણી છે, તેમાં બહેનોનો કોઇ સ્થાન નથી. એટલે ભાજપની સરકાર બહેનો પર ત્રાસ કરી રહી છે. 

(અહેવાલઃ શ્યામલ પટેલ, શહેરા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો