તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

134 ખાનગી પ્રાથમિક શાળાઓનું ચેકિંગ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પંચમહાલ જિલ્લાની શાળાઓને તપાસ બાદ કાયમી માન્યતા મળશે : હાલ શાળાઓની તપાસ ચાલી રહી છે
 • 3 વર્ષ અગાઉ કામચલાઉ માન્યતા આપેલી હતી : ચેકિંગ દરમિયાન ખામી મળશે તો નોટિસ અપાશે: ડીપીઓ

ગોધરા: પંચમહાલ જિલ્લામાં ત્રણ વર્ષ અગાઉ ખાનગી 134 પ્રાથમિક શાળાઓને શરૂ કરવા કામ ચલાઉ માન્યતા આપવામાં આવી હતી. ત્રણ વર્ષમાં શિક્ષણ વિભાગના નિયમ મુજબ શાળાઓના માપદંડ પુર્ણ કરવા જણાવ્યું હતું ત્રણ વર્ષ પુર્ણ થતાં આ તમામ 134 શાળાઓને પુર્ણ માન્યતા આપવા પંચમહાલ શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં વિવિધ સુવિધાઓનું ચેકીંગ હાથ ધર્યું હતુ઼.
આ ચેકીંગ કરવા વિવિધ ટીમો બનાવવામાં આવી છે. તેઓ શાળાઓનું નિરીક્ષણ કરી શાળાઓએ માન્યતા માટેના માપદંડો પરિપૂર્ણ કરેલ છે કે નહિ તેનો રીપોર્ટ બનાવશે. રીપોર્ટના આધારે જે શાળાઓ માંપદંડના નિયમોનુ઼ પાલન કરેલ હશે તેઓને માન્યતા આપવામાં આવશે. જે શાળા માપદંડોના નિયમોનુ઼ પાલન કરેલ નહી હોય તેઓની સામે કાર્યવાહી કરીને માન્યતાઓ રદ કરવા અહેવાલ નિયામકને મોકલાશે. હાલ આ ચેકીંગની કામગીરી પુરી થવાની આરે પહોચી છે. ત્યારે ખાનગી શાળાઓ કેટલા માંપદંડોનું ચુ્સત પર્ણે પાલન કર્યું છે. તે તો રીપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે.

માન્યતા રદ કરવા અહેવાલ મોકલાશે
જિલ્લાની 134 ખાનગી પ્રાથમીક શાળાઓનુ઼ ચેકીંગ પાંચ ટીમો કરી રહી છે. જે શાળાઓએ માંપદંડ મુજબ કામગીરી કરી નહિ હોય તેવી શાળાને નોટીસ આપીને તક આપવામા઼ આવશે અને તેમ છતાં માપદંડો પુર્ણ નહિ કરે તો માન્યતા રદ કરવા અહેવાલ નિયામકમાં મોકલવામાં આવશે.>વી.એમ.પટેલ, ડીપીઓ, પંચમહાલ

ખાનગી પ્રા.શાળાઓના માંપદંડો
* શાળા 300 ચો.કુટમાં હોવી જોઇએ જે પૈકી 60 ફુટ ખુલ્લી જગ્યા રાખશે
* શોપીંગ સેન્ટરકે ધરમાં શાળા ન હોવી જોઇએ
* શાળાનુ઼ મકાન ભુકંપ પ્રુફ હોવું જોઇએ
* શાળાનો નકશો એપ્રુવલ કરાવેલો જોઇએ
* ભાડાની જગ્યાએ હોય તો ભાડા કરારનુ઼ રજીસ્ટ્રેશન થયેલ જોઇશે
* શાળાનું બાંધકામ અને મેદાન એન.એ થયેલ જોઇશે
* શિક્ષકનો પગાર શિડયુલ એફ મુજબ અને બૈંક મારફતે પગાર કરવાનો રહેશ.
* શાળામાં ફાયર સેફટી ફરજયાત હોવી જોઇએ
* શાળામાં શૌચાલય અને શુધ્ધ પાણીની સુવિધાઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો