તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

24 કલાકમાં GADનો પરિપત્ર રદ્દ કરવા 67 દિવસથી આંદોલન કરતી યુવતીઓ અને આગેવાનોનું અલ્ટીમેટમ, મહેસાણા બંધની ચીમકી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BAASના હસમુખ સક્સેના તથા 7 યુવતીઓ 23 દિવસથી અને 72 કલાક માટે કોંગ્રેસના 3 MLA પ્રતિક આમરણાંત ઉપવાસ પર છે
  • બિન અનામત વર્ગના આંદોલનકારીઓ સાથે ચર્ચા કરતા અનામત વર્ગના આંદોલનકારીઓ તેમને આટલા દિવસો સુધી ન બોલાવતા નારાજ

ગાંધીનગર: 1 ઓગસ્ટ 2018ના રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવા SC, ST અને OBCની યુવતીઓ છેલ્લા 67 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે. તેમાં 23 દિવસથી 7 યુવતીઓ અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ સત્યાગ્રહના હસમુખ સક્સેના તથા 72 કલાક માટે કોંગ્રેસના 3 MLA પ્રતિક આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે તેમની સાથે કોઈ હજુ સુધી કોઈ ચર્ચા કરવા તૈયાર થયું નથી. જેને પગલે ઉપવાસ પર ઉતરેલી યુવતીઓ અને તેમના સમર્થક એવા આગેવાનોએ 24 કલાકમાં પરિપત્ર રદ્દ કરવામાં નહીં આવે તો મહેસાણા બંધની ચીમકી આપી છે. તાત્કાલિક ધોરણે GAD પરિપત્ર રદ્દ કરવાની તેમની માંગણી છે.

મહેસાણા બંધનું એલાન
પ્રેસ નોટ જારી કરીને આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, આવતીકાલે તારીખ 15 2 2020ના રોજ બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા મહેસાણા સજ્જડ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા એસસી એસટી ઓબીસી સમાજના ગરીબ અને પછાત વર્ગોની દીકરીઓને કચડતો ગેર બંધારણીય ઠરાવ 1-8-18ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. તેના વિરોધમાં આવતીકાલે BAAS દ્વારા મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યુ છે.
પછાત વર્ગને અન્યાય અને સરકારની બેવડી નીતિનો આરોપ
પ્રેસ વિક્ષપ્તિમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ આપતા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ આ ગેરબંધારણીય ઠરામાં સુધારો કરશે. દીકરીઓને ન્યાય આ સરકાર આપશે. આ સાથે નામદાર હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી હતી કે, આવનારા 24 કલાકની અંદર રાજ્ય સરકાર નવો જી.આર. રજૂ કરશે, પરંતુ રાજ્ય સરકારની બેવડી નીતિ અને પછાત વર્ગને અન્યાય કરવાની નીતિના પરિણામના પગલે આજે ત્રણ દિવસ થયા હોવા છતાં નવો જી.આર સરકાર રજુ કરી શકી નથી. જેના પરિણામને પગલે ગઇકાલે BAASના તમામ કન્વીનરો વતી અભીજીતસિંહ બારડે રાજ્ય સરકારને એની જાહેરાત યાદ અપાવતા 24 કલાકમાં નવો જીઆર રજૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સરકારે નવો જી.આર રજૂ કર્યો નથી અને જી.આર રદ કર્યો નથી. જેના કારણે સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજના સમાજ દ્વારા આવતીકાલે મહેસાણા સજ્જડ બંધનુ એલાન જાહેર કરવામાં આવે છે.
સરકાર સાંભળતી ન હોવાથી ગુજરાત બંધની ચીમકી
અત્રે ઉલ્લેખનીય છે કે, એસસી એસટી ઓબીસી સમાજની દીકરીઓ 67 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહી છે અને સરકારના કોઈપણ પ્રતિનિધિએ તેમને સાંભળવાની દરકાર સુદ્ધા લીધી નથી. જેના પરિણામે સમગ્ર એસી એસટી ઓબીસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જે આક્રોશ આવતીકાલે મહેસાણા બંધમાં પરિણામશે. જો સરકાર અમારી આ વાત નહીં સાંભળે તો આવનાર સમયમાં જરૂર પડશે તો સમગ્ર ગુજરાત અનિશ્ચિતકાળ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવશે.

GADને રદ્દ નહીં કરાય તો મહેસાણા બંધનું એલાન
BAASના હસમુખ સક્સેનાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે SC, ST અને OBC સમાજની
 સાત દીકરીઓ અને હું પોતે 23 દિવસથી આરમણાંત ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે અમારી માંગણી છે કે  1 ઓગસ્ટ 2018ના રોજ GADને રદ્દ કરવામાં આવે. આ નહીં કરાય તો તમામ આગેવાનોએ નક્કી કર્યું છે કે 24 કલાકમાં 1 ઓગસ્ટ 2018ના રોજ GADને રદ્દ કરવામાં નહીં આવે તો મહેસાણા બંધનું એલાન આપીશું.
ભાજપના અલ્પેશ ઠાકોરનું સરકારને અલ્ટીમેટમ
કોંગ્રેસના હાથ છોડી ભાજપનો કેસરિયો પહેરનાર અલ્પેશ ઠાકોરે સરકારને GADનો ઠરાવ રદ્દ કરવા 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. 48 કલાકમાં સરકાર કોઈ પગલાં નહીં ભરે તો તેની સામે પદયાત્રા કરવાની ચીમકી ઉચ્ચારી છે.  
બે પક્ષો સામસામે
લોકરક્ષક દળ(LRD)ની પરીક્ષામાં અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામ-સામે આવી ગયો છે. અનામત વર્ગની માંગ છે 1 ઓગસ્ટ 2018ના રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવા આવે તો બિન અનામત વર્ગ આ પરિપત્રમાં કોઇ સુધારો ન કરવા આંદોલન પર ઉતર્યો છે.
7 યુવતીઓ સહિતના આમરણાંત ઉપવાસ પર
સત્યાગ્રહ છાવણી ખાતે સમાજની સાત દીકરીઓ પૂજા સાગઠિયા, રીંકલ ચૌધરી, હેતલ ધારવાડીયા,અસ્મિતા ઝ।પડીયા, જયશ્રી રાઠોડ, દક્ષા બારૈયા, ભાવના મકવાણા અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિ (BAAS)ના હસમુખ સક્સેના આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને આજે 23મો દિવસ છે. લોકરક્ષક દળની પરીક્ષામાં અનામત વર્ગની દીકરીઓના આમરણાંત ઉપવાસના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો નૌશાદ સોલંકી,ચંદનજી ઠાકોર, ઋત્વિક મકવાણા અને ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પરમાર આમરણાંત ઉપવાસ પર છે. કોળી સમાજના આગેવાન ચન્દ્રવદન પીઠાવાલા પણ સમર્થનમાં આવ્યા છે. જ્યારે રાજ્યસભા સાંસદ મધુસુદન મિસ્ત્રીએ તેમના સમર્થનમાં સત્યાગ્રહ છાવણી ખાતે મુલાકાત લીધી હતી.
પૂર્વગ્રહ રખાયો
બંધારણીય અધિકાર આંદોલન સમિતિ (BAAS)ના હસમુખ સક્સેનાએ જણાવ્યું હતું કે,  છેલ્લા બે દિવસથી બિન અનામતના નાટકો જોઈને તથા સરકારે આપણને બોલાવવાની જગ્યાએ તેમને મંત્રણા કરવા બોલાવ્યા તેનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકાર આપણને ગંભીરતાથી લેતી નથી અને પૂર્વગ્રહ રાખી રહી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો