રાજ્ય સરકારે મધ્યાહ‌્ન ભોજનના ખર્ચમાં વધારો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારના નિર્ણયથી 47 લાખ બાળકોને ફાયદો
  • બાળકદીઠ રૂ. 4.41 અને 6.71 ભોજન ખર્ચ

ગાંધીનગર: ગુજરાત સરકારે મધ્યાન્હ ભોજન ખર્ચમાં રૂ. 2.03 અને ધો. 6થી8માં રૂ. 3.15 વધાર્યો છે. અગાઉ ધો. 1થી5નો ભોજન ખર્ચ રૂ 2.38 અને ધો. 6થી8નો ખર્ચ રૂ. 3.56 હતો. આ ખર્ચમાં વધારો કરતા હવે ધો. 1થી5માં રૂ. 4.41 ધો. 6થી8માં રૂ. 6.71 કર્યો છે. સરકારના ભોજન ખર્ચ વધારવાના નિર્ણયને કારણે 47 લાખ બાળકોને ફાયદો થશે.  

કેન્દ્ર સરકારની મધ્યાન્હ ભોજન યોજનામાં કેન્દ્ર સરકારે જુન-2019માં વધારો કરતા મધ્યાન્હ ભોજન સંચાલક સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સતત રજૂઆત કરતા છેવટે ગુજરાત સરકારે તા. 26 સપ્ટેમ્બરે ભોજન ખર્ચ વધારવાનો પરિપત્ર કર્યો છે. ગુજરાત સરકારના ભોજન ખર્ચના વધારો પાછલી અસરથી તા.1 એપ્રિલ,2019થી અમલી બનશે. 

અન્ય સમાચારો પણ છે...