ગુજરાત / રિવાઇઝ NAની અરજીમાં 1 પ્લોટ ધારકની સહી માન્ય પણ ગણાશે

મહેસૂલ મંત્રી કૌશિક પટેલની ફાઇલ તસવીર
મહેસૂલ મંત્રી કૌશિક પટેલની ફાઇલ તસવીર

  • અરજદારોની મુશ્કેલી નિવારવા એનએના નિયમો સરળ બનાવ્યા
  • ભૂલ વગર અરજી ના મંજૂર થાય તો બીજી અરજીના પૈસા નહીં લેવાય

Divyabhaskar.com

Aug 14, 2019, 04:48 AM IST

ગાંધીનગર: રાજ્યભરમાં બિનખેતીની પ્રક્રિયા ઓનલાઇન કરાયા બાદ અરજદારોને પડતી મુશ્કેલીઓ ધ્યાને આવતા મહેસૂલ વિભાગ દ્વારા રિવાઇઝ ઓનલાઇન એનએ માટેના નિયમો વધુ સરળ કર્યા છે. અરજદારની ભૂલ કે ક્ષતિ ન હોય તેવા કિસ્સામાં અરજી નામંજૂર થાય અથવા સમય મર્યાદામાં નિકાલ ન થાય તો ફરીવાર અરજી કરાય ત્યારે અરજદાર પાસેથી બીજીવખત અરજી ફી લેવામાં નહીં આવે. આ ફીની રકમ ઇ-ધરા ખાતે ઉધારવામાં આવશે.

અગાઉના સોગંદનામામાં કોઇ ક્ષતિ ન હોય તો નવેસરથી સોગંદનામુ કરવાનું રહેશે નહીં
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે અરજદારોની રજૂઆતોને ધ્યાને લઇને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. એનએની અરજી કોઇ કારણસર અમાન્ય કે દફતરે કરવામાં આવી હોય અને અરજદાર ફરીથી ઓનલાઇન અરજી કરે ત્યારે અગાઉના સોગંદનામામાં કોઇ ક્ષતિ ન હોય તો નવેસરથી સોગંદનામુ કરવાનું રહેશે નહીં, અગાઉનું જ સોગંદનામુ ફરી અપલોડ કરી શકાશે. એકથી વધુ પ્લોટ કે હિસ્સાધારકો હોય તેવી જમીનમાં રિવાઇઝ બિનખેતી પરવાનગી માટેની અરજી અને સોગંદનામામાં તમામ હિસ્સાધારકોને બદલે એક જ પ્લોટધારકની સહી પણ માન્ય ગણાશે.

X
મહેસૂલ મંત્રી કૌશિક પટેલની ફાઇલ તસવીરમહેસૂલ મંત્રી કૌશિક પટેલની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી