તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ભલે પડે પણ નવરાત્રીમાં ગરબા ગવાશે : ખેલૈયાઓનો જુસ્સો અકબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગરબા દરમિયાન વરસાદ નહીં પડે તેવી આયોજકોને શ્રદ્ધા
  • વરસાદ પડવા છતાં પણ પ્રથમ નોરતે 5 ગરબા ગાવામાં આવશે

ગાંધીનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે નવરાત્રીમાં ગરબા ગવાશે તેવા જુસ્સો ખેલૈયાઓમાં અકબંધ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ પાર્ટી પ્લોટમાં યોજાતી નવરાત્રીના સંચાલકો દ્વારા વરસાદ પડતો હશે તેમ છતાં પાંચ ગરબા ગાવામાં આવશે. ગરબાના સમય વખતે વરસાદ નહી પડે તેવી માતાજીમાં શ્રદ્ધા હોવાનું આયોજકોએ જણાવ્યું છે. 

અરબી સમુદ્રમાં નવી લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહીથી પાર્ટી પ્લોટથી લઇને શેરી ગરબા સુધી નવરાત્રીના આનંદ ઉપર ભેજ લાગી ગયો છે.જોકે બીજી તરફ સતત છ છ માસ સુધી ગરબાની પ્રેક્ટીસ કરતા ખેલૈયાઓ કહે છે કે વરસાદ પડતો હશે તો પણ નવરાત્રીમાં તો ગરબા ગવાશે. ચાલુ વર્ષે નગરમાં કલ્ચરલ ફોરમ, થનગનાટ, લાયન્સ ક્લબ અને નવરંગ ગૃપ દ્વારા પાર્ટી પ્લોટના ગરબાનું આયોજન કર્યું છે. 

વરસાદની આગાહી હોવાથી પ્રથમ નોરતે ગરબા ચાલુ રખાશે કે બંધ તે અંગે પાર્ટી પ્લોટના આયોજકોને પુછતા કલ્ચરલ ફોરમના કૃષ્ણકાંત જ્હાએ જણાવ્યું છે કે વરસાદ પડતો હશે. તેમ છતાં પાંચ ગરબા ગવામાં આવશે. જ્યારે થનગનાટના રોહિત નાયાણીએ જણાવ્યું છે કે એડવાન્સ તકેદારીના પગલાં વિચારીને ગરબા ચાલુ રખાશે.વરસાદને પગલે પાર્ટી પ્લોટના નવરાત્રી ચોકમાં પાણી ભરાતા આયોજકોને અંદાજે 50 થી 100 ટ્રેક્ટર  માટી નાંખવી પડી છે. જ્યારે અમુક પાર્ટી પ્લોટમાં વરસાદી પાણી ભરાય નહી અને બારોબાર નિકાલ થાય તેનું પણ આયોજન કરાયું છે. 

નુકશાન વીમા કંપની કે આયોજકોને?
હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદ પડે તો નુકશાન કોને થશે તેવી ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમુક પાર્ટી પ્લોટના આયોજકો દ્વારા વીમો લેવામાં આવે છે. આથી વરસાદથી નુકશાન થતાં વીમા કંપનીને કે આયોજકોને નુકશાન થશે તે તો આગામી સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...