તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર: છેલ્લા બે માસથી સેક્ટર-27ના ગાયત્રીનગર અને આનંદનગર સોસાયટીમાં ગટરો ભરાઇ ગઇ હોવા છતાં ડ્રેનેજ વિભાગ દ્વારા સફાઇ નહી કરાતા ગટરનું પાણી બાથરૂમ અને ચોકડીમાં બેક મારી રહ્યું છે. આથી ગટરોમાંથી કચરો કાઢીને યોગ્ય રીતે સફાઇ કરવાની માગ સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે. તેમ છતા આ મામલે ડ્રેનેજ વિભાગ દ્વારા આ વિસ્તારના રહીશોેની રજૂઆતો કાને ધરાતી નથી ત્યારે આ અંગે સત્વરે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માગણી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરને સ્માર્ટસીટીની કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે. સ્માર્ટસિટી બનાવવા ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સફાઇ સહિતની કામગીરી સઘન કરી છે. પરંતુ સેક્ટરોમાં માળખાકિય સુવિધાઓની સમયાંતરે સફાઇ નહી કરાતા સેક્ટરવાસીઓ માટે દુવિધા સમાન બની રહી છે. સેક્ટરોમાં ગટર લાઇન નાંખવામાં આવી છે. રાજ્યના પાટનગર યોજના વિભાગના ડ્રેનેજ વિભાગ દ્વારા તેનો નિયત કરેલો વેરો પણ એડવાન્સ વસૂલાત કરે છે. તેમ છતાં ડ્રેનેજ વિભાગને ગટરમાંથી કચરો કાઢીને સફાઇ કરવાનો સમય જ ના હોય તેમ છેલ્લા બે માસથી સેક્ટર-27ની ગાયત્રી સોસાયટી અને આનંદનગર સોસાયટીમાં ભરચક બનેલી ગટરો પરથી લાગી રહ્યું છે.
ગટરોની સફાઇની કરવા માટે ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ દ્વારા માત્ર સળિયો નાંખીને પાણી નિકાલ કરતા હોય તેવી ઉપર છલ્લી કામગીરી કરીને જતા
રહે છે. સોસાયટીઓમાં ગટરો ઉભરાતી હોવાની અનેક વખત લેખિત તેમજ મૌખિક ફરીયાદો કરવા છતાં ડ્રેનેજ વિભાગને જાણે ગટરોની સફાઇ કરવામાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે અને ગટરોની સફાઇ કરવામાં આવતી નથી અને નગરવાસીઓને સ્માર્ટસિટીના સપના દેખાડવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપો સ્થાનિકોમાં ઉઠવા પામ્યો છે.
જેટિંગ મશીનથી પંમ્પિંગ કરીને જતા રહે છે
ગટર સફાઇને લેખિત રજૂઆત કર્યા બાદ સેક્ટર-24ના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ દ્વારા માત્ર જેટિંગ મશીનથી પ્રેસરથી પાણીનું પંપીંગ કરીને જતા રહે છે. જે બે દિવસ બાદ ફરીથી ગટરોના પાણી બાથરૂમમાં અને ચોકડીમાં બેક મારતું થઇ જાય છે. આથી ગટરોમાંથી કચરો કાઢીને સફાઇ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
સાધનો નહીં હોવાનો ઉડાઉ જવાબ
ડ્રેનેજ વિભાગમાં ગટરમાંથી કચરો કાઢીને સફાઇ કરવાની રજૂઆત કરવામાં આવતા અમારી પાસે સાધનો નહી હોવાનો રાગ કર્મચારીઓ દ્વારા આલાપવામાં આવી રહ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.