તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રે વિસંગતતાઓ દૂર કરવા મુખ્યમંત્રીએ જીડીસીઆરનો અમલ કરવા આદેશ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંધકામ સાઇટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
બાંધકામ સાઇટ - ફાઇલ તસવીર
  • ગુજરાતની ‘ગ્રોથ એમ્બેસેડર સમીટ-19’માં મુખ્યમંત્રની મહત્વપૂર્ણ જાહેરાત
  • દરરોજ રૂફ ટોપ સ્કીમમાં દરરોજ હજારથી પંદરસો અરજીઓ મળી રહી છેઃ ઊર્જા મંત્રી
  • નાયબ મુખ્યમંત્રીને ગ્રોથ કેટેલીસ્ટ એવોર્ડ અને ઉર્જા મંત્રી તથા મહેસૂલ મંત્રીને ગ્રોથ એક્સેલન્સ એવોર્ડ આપ્યો

ગાંધીનગરઃ ગુજરાતની ‘ગ્રોથ એમ્બેસેડર સમીટ-19’માં મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે કોમ જીડીસીઆરનો અમલ કરી ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રની વિસંગતતાઓ દૂર કરવામાં આવશે. આ જાહેરાતથી રાજ્યમાં બાંધકામક્ષેત્રને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું. કન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(ક્રેડાઇ)ના ગુજરાત ચેપ્ટરની ગ્રોથ એમ્બેસેડર સમીટ-19માં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી, ઊર્જામંત્રી વગેરે હાજર રહ્યાં હતા.

FSIની રકમના 50 ટકા સ્થાનિક સંસ્થાને આપશે
સત્તામંડળમાં GME વિસ્તારની મળતી ચાર્જેબલ FSI ની રકમના 50% રકમ જે તે સ્થાનિક સંસ્થાને જાહેર હેતુના કામ માટે ફાળવણી કરાશે. નગરપાલિકાની D-8 અને ગ્રામ્ય વિસ્તારની D-10 કેટેગરીમાં બેઝ FSI તરીકે 1.2 તથા 0.6 ચાર્જેબલ મળી 1.8 FSI મળવાપાત્ર રહેશે. D1, D2, D4 અને D7A કેટેગરીમાં 36.00 મી. કે તેથી પહોળા અને 45 મી. થી નાના રસ્તા ઉપર મહત્તમ 3.6 FSI તથા 45.00 મી. કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર મહત્તમ 4.0 FSI, રસ્તાની બંને બાજુ 200.00 મી. સુધી જે ઝોનમાં બેઝ FSI 1.5 અથવા વધુ હોય તેમાં બાકીની FSI ચાર્જેબલ ગણી મળવાપાત્ર રહેશે. 

વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધઃ ના. મુખ્યમંત્રી
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના ‘સૌ માટે ઘર’નું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમની સાથે મહેસૂલ મંત્રીએ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર પાદર્શકતા અને ગતિશીલતા માટે ટેકનોલોજીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહી છે. ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે  મુખ્યમંત્રી દ્વારા ‘સીએમ ડેશબોર્ડ’નો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં વિવિધ માપદંડોને આધારે વહીવટીતંત્રને વધુ પારદર્શક અને સ્પર્ધાત્મક બનાવવામાં આવી રહ્યું છે. મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યૂટીમાં મહિલાઓને આપેલી રાહતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સરકારના આ નિર્ણયના પગલે સામાજિક ક્રાંતિ સર્જાઈ છે અને રાજ્યમાં 24 લાખથી વધુ મિલકતોના દસ્તાવેજ બહેનોના નામે થયા છે. 

ગ્રીન એનર્જીનું ઉત્પાદન 20 ટકાએ પહોંચ્યુઃ ઊર્જા મંત્રી
આ ઉપરાંત ઊર્જામંત્રીએ પણ કહ્યું હતું કે, ગુજરાતે 2022 સુધીમાં 30 હજાર મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જે આંક દેશના ગ્રીન એનર્જી ઉત્પાદનના 20 ટકા જેટલો થયો છે. ઊર્જામંત્રીએ ગુજરાત સરકારની રૂફ ટોપ સોલર પોલિસીની રૂપરેખા આપી પ્રજાને રાજ્ય સરકારની સ્વચ્છ ઉર્જા ઉત્પાદનની ઝૂંબેશમાં જોડાવા માટે આહ્વાન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગ્રીન-ક્લીન એનર્જી અંગે લોકોમાં જાગૃતિ ઉભી થઈ રહી છે અને હાલ દરરોજ રૂફ ટોપ સ્કીમમાં દરરોજ હજારથી પંદરસો અરજીઓ મળી રહી છે. 

મુખ્યમંત્રીને ગ્રોથ લિડરશિપનો વિશેષ એવોર્ડ આપ્યો
ક્રેડાઇ દ્વારા બાંધકામ અને સંલગ્ન વ્યવસાયમાં ૧૫ જેટલી વિવિધ કેટેગરીમાં નોંધપાત્ર સફળતા મેળવનાર વ્યવસાયકારોને મુખ્યમંત્રીએ ગ્રોથ એમ્બેસેડર એવોર્ડ અર્પણ કર્યા હતા અને ક્રેડાઇ દ્વારા મુખ્યમંત્રીને ગુજરાત ગ્રોથ લીડરશીપનો વિશેષ ગૌરવપૂર્ણ એવોર્ડ, નાયબ મુખ્યમંત્રીને ગ્રોથ કેટેલીસ્ટ એવોર્ડ અને ઉર્જા મંત્રી તથા મહેસૂલ મંત્રીને ગ્રોથ એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સમિટમાં ક્રેડાઇના પદાધિકારીઓ તેમજ શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અને રેરા ઓથોરિટિના પણ ઉપસ્થિત રહ્યા હતા.