તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનોટ GIDCમાંથી ચોરાઉ કોસ્ટિક કેમિકલ પકડાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 2 માલિકો જ નજીકની કંપનીના કર્મીઓ પાસે કેમિકલ ચોરાવી વેચતા હતા

ગાંધીનગર: કલોલ તાલુકાની ધાનોટ જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાં ચોરી કરીને સંગ્રહ કરાયેલું 1600 લીટર કોસ્ટીક કેમિકલ ઝડપાયું છે. ગાંધીનગર એલસીબીએ 67,200ની કિંમતના આ કેમિકલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. ગોડાઉનના બે માલિકો પાસે આવેલી કંપનીના કર્મચારીઓની મદદથી કેમિકલ ચોરીને વેચતા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર એલસીબીના પીએસઆઈ ડી. એસ. રાઓલ, કોન્સ્ટેબલ રાજવીરસિંહ, વિજયસિંહ, પેટ્રોલિંગમાં હતા ત્યારે કેમિકલના સંગ્રહ અંગે બાતમી મળી હતી. 
જેના આધારે પોલીસે એલસીબીએ ધાનોટ જીઆઈડીસીમાં આ‌વેલ શુભલક્ષ્મી એસ્ટેટમાં ગોડાઉન નં-55 ખાતે રેડ કરી હતી. જેમાં ધાનોટ ગામનો નરેશ કાંતીજી ઠાકોર મળી આવ્યો હતો. ગોડાઉનમાં તપાસ કરતાં 8 પીપમાં ભરેલું કેમિકલ મળી આવ્યું હતું. જે અંગે આધારા પુરાવા માંગતા પકડાયેલો આરોપી ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યો હતો જે બાદ તેણે કબૂલાત કરી હતી કે, ગોડાઉન નજીક આવેલ અક્ષર કેમ નામની કંપનીમાં આ કોસ્ટીક નામનું કેમિકલ આવે છે. 
જે કેમિકલ ગોડાઉનના માલિક ચિંતનભાઈ દવે (ઘાટલોડીયા) તથા તેનો ભાગીદાર જયદીપ ઉર્ફે જે. ડી. કંપનીમાં કામ કરતાં લોકો પાસેથી ચોરી કરાવી મેળવે છે. ચોરી કરેલા કેમિકલનો ગોડાઉનમાં સંગ્રહ કરાઈને વેચાણ થાય છે. જેથી એલસીબીએ 42 રૂપિયે લીટર એવું કુલ 1600 લીટર કેમિકલ, ખાલી પીપ, ઈલેક્ટ્રીક મોટર મળી કુલ 73,100નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી છે.  

1 વર્ષથી વધુ સમયથી ચોરીનો સિલસિલો ચાલતો હતો!
એલીસીબીએ નરેશ ઠાકોરની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તે છેલ્લા એક વર્ષથી ગોડાઉનમાં નોકરી કરે છે અને ચિંતન તથા જયદીપ અક્ષર કેમ કંપનીમાં નોકરી કરતાં મહેશ તથા રાજેશની મદદથી કેમિકલ ચોરી કરતાં હતા. કંપનીમાં આવતા કેમિકલના જથ્થામાંથી થોડો-થોડો કાઢીને ગોડાઉનમાં સંગ્રહ કરાતો હતો. ગોડાઉન પર નોકરી કરતો આરોપી શેઠના કહ્યા મુજબ ચોરેલું કેમિકલ જિગ્નેશ પટેલ નામનો શખ્સ ટેન્કર લઈને આવે એટલે ભરી આપતો હતો.
પકડાયેલા કેમિકલનો કલર, પાવર, સાબુ તેમ જ સોડા બનાવવામાં ઉપયોગ થાય છે 
મળેલી માહિતી પ્રમાણે કંપનીમાં કેમિકલનો ઉપયોગ કલર અને પાવર બનાવવા માટે થતો જોકે, ચોરી કરનાર શખ્સો તેને સાબુ-શેમ્પુ બનાવવા માટે ઉપયોગ કરતાં હતા. એફએસએલ અધિકારી જી. પી. દરબારે કેમિકલ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, કોસ્ટિક સોડા, કોસ્ટિક લાય બે પ્રકાર હોય છે, જે ગુંદર જેવો પદાર્થ હોય છે, તેલ અને કોસ્ટિકના મિશ્રણથી સાબુ બને છે. સારો કોસ્ટિક હોય તો કેમિકલ બનાવવામાં ઉપયોગ થાય છે. વેસ્ટ કોસ્ટિક સાબૂ બનાવવામાં ઉપયોગ થાય છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો