ગાંધીનગર: ખાનગી તબિબોએ શોધેલા ટીબીના કેસની ફરજિયાત નોંધણી કરવાની સાથે સાથે તેને નિદાન કરવા મોકલનાર વ્યક્તિને રૂપિયા 500ની સહાય કરાશે. ઉપરાંત દર્દીની સારવાર પૂર્ણ કરવા માટે રૂપિયા 1000 ડ્રગ સેન્સીટીવ દર્દીને અને રૂપિયા 500 ડ્રગ રેઝીસ્ટન્ટ દર્દીને આપવામાં આવશે સહિતની જાણકારી ખાનગી તબિબોને આપવામાં આવી હતી.
ટીબી મુક્ત ભારત કરવાના અભિયાનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ખાનગી તબિબોની સાથે મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં ટી.બી.ની નવી ગાઇડ લાઇન મુજબ ખાનગી તબિબોએ કેવા કેવા પ્રકારની કામગીરી કરવાની રહેશે. ઉપરાંત ટીબીના દર્દીને સારવાર માટે મોકલવવા તેમજ ટીબીની સારવાર પૂર્ણ કરે તે માટે શું શું આરોગ્ય વિભાગ તરફથી દર્દીને તેમજ તબિબને લાભ આપવામાં આવે છે તેની પણ જાણકારી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાનગી તબિબોએ ટીબીના દર્દીની ફરજિયાત નોંધણી કરવાની રહેશે. ઉપરાંત ટીબીના દર્દી અંગે જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે દવા લેવા મોકલવાના રહેશે.
ટીબીના દર્દીઓ સારવાર કરવા તૈયાર થાય તે માટે સારવાર સહાયકને સારવાર પૂર્ણ કરવા માટે રૂ. 1000 ડ્રગ્સ સેન્સીટીવ દર્દીને જ્યારે રૂપિયા 500 ડ્રગ્સ રેઝીસ્ટન્ટ દર્દીને આપવાની જાણકારી ખાનગી તબિબોને આપી હતી. ઉપરાંત જે ખાનગી તબિબ દ્વારા ટીબીના દર્દીની નોંધણી કરશે નહી તો તેની સામે કાર્યવાહી કરવા સહિતની જોગવાઇની જાણકારી આપી હતી. સરકારના ટીબી નાબુદીના અભિયાનમાં ખાનગી તબિબોએ સહાયકની ભૂમિકા ભજવવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.