શહેરી-ગ્રામ્ય બંનેના સમાન વિકાસને પ્રાથમિકતાઃ મુકીમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનિલ મુકીમ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અનિલ મુકીમ - ફાઇલ તસવીર
  • 29મા ચીફ સેક્રેટરી તરીકે મુકીમે ચાર્જ સંભાળ્યો
  • નિવૃત્ત થતા જે.એન.સિંઘને વિદાય અપાઇ

ગાંધીનગરઃ રાજ્યના 29મા ચીફ સેક્રેટરી તરીકે અનિલ મુકીમે શનિવારે સાંજે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગુજરાત એ વિકાસની દ્રષ્ટિએ પ્રથમ રહ્યું છે અને એ જ રીતે આગળ વધતું રહે તેવા પ્રયાસ રહેશે. શહેરી અને ગ્રામ્યનો એકસરખો વિકાસ થાય તે પ્રાથમિકતા રહેશે. તમામ ક્ષેત્રોનો સમાન વિકાસના પ્રયાસો કરીશું. જે.એન.સિંઘે પુષ્પગુચ્છથી મુકીમને આવકાર્યા હતા અને ચાર્જ સોંપ્યો હતો. અધિકારીગણ દ્વારા જે.એન.સિંઘને વિદાય અપાઈ હતી. શનિવારે સાંજે અનિલ મુકીમે સચિવો સાથે ઔપચારિક બેઠક યોજી હતી.

અરવિંદ અગ્રવાલ GSFCમાં મૂકવામાં આવે તેવી શક્યતા
સિનિયર મોસ્ટ IAS અરવિંદ અગ્રવાલને સુપરસીડ કરીને અનિલ મુકીમ ચીફ સેક્રેટરી તરીકે નીમાયા છે. અરવિંદ અગ્રવાલ નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ છે. તેમની બદલી જીએસએફસીના ચેરમેન તરીકે કરવામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...