પ્રાથમિક શિક્ષણ કચેરીએ પરિપત્રથી દિવાળી વેકેશનની જાહેરાત કરી, 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગાંધીનગરઃ દિવાળીના વેકેશન અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. પરિપત્ર મુજબ તારીખ 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી શાળાઓમાં દિવાળી વેકેશન આપવાનું શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ તારીખ14 નવેમ્બરથી શાળાઓ રાબેતા મુજબ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે.