ગાંધીનગર / ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યુ?, પરીક્ષામાં વિચિત્ર પ્રશ્નો પૂછાતા વિવાદ સર્જાયો

What did Gandhi do to commit suicide?

  • શાળાકીય પરીક્ષામાં ધો.9 અને ધો.12ના પ્રશ્નપત્રમાં પેપર સેટર્સનો છબરડો: વિવાદાસ્પદ પ્રશ્ન પૂછ્યા
  • રાજ્યમાં દારૂબંધી અને દારૂના વેચાણની જિલ્લા પોલીસવડાને જાણ કરતો પત્ર પૂછાયો

Divyabhaskar.com

Oct 13, 2019, 10:14 AM IST

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના માણસામાં સુફલામ શાળા વિકાસ સંકુલ દ્વારા તૈયાર કરાયેલા ધો. 9 અને ધો. 12ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં પેપર સેટરે 2 વિવાદાસ્પદ પ્રશ્નો અને પત્રલેખન પૂછતા ચકચાર મચી હતી. ધો. 9 ના પ્રશ્નપત્રમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું તેવો પ્રશ્ન પૂછ્યો હતો જ્યારે ધો. 12ની પરીક્ષામાં દારુડિયાઓના ત્રાસ બાબતે પોલીસ વડાને અરજી લખવાની બાબત પૂછાઈ હતી. ગુજરાતમાં સત્તાવાર રીતે દારુબંધી છે ત્યારે દારુના વેચાણ અને દારુડિયાના ત્રાસનો સવાલ જ ક્યાં છે ? તેવા સવાલો વિદ્યાર્થીઓ અને લોકોના મનમાં ઉઠ્યા હતા.

વિચિત્ર પ્રશ્નો પૂછાતા વિવાદ વકર્યો
પ્રાપ્ત વિગતો મુજબ માણસા તાલુકાના આચાર્ય સંઘ દ્વારા પ્રશ્નપત્રોની કામગીરી સુફલામ શિક્ષણ સંકુલ સંસ્થા દ્વારા કરાય છે. સુફલામ શાળા વિકાસ સંકુલ સંસ્થા દ્વારા શનિવારે ધોરણ 9 અને ધોરણ 12ના ગુજરાતી વિષયની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નને લઇને વિવાદ સર્જાયો છે. ધોરણ-9ના ગુજરાતી વિષયના પેપરમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું ? તેવો 4 માર્કનો પ્રશ્ન પુછાયો હતો. ગાંધીજીની હત્યા થઇ હોવા છતાં આપઘાતના પ્રશ્નથી વિવાદ સર્જાયો છે. જ્યારે ધોરણ-12ની ગુજરાતી વિષયની પરીક્ષામાં તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે, તેની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસવડાને લખવાનો પત્ર લેખનનો પ્રશ્ન પુછાયો હતો. જ્યારે રાજ્યમાં દારૂબંધી હોય તો આવા પત્રલેખનનો સવાલ જ રહેતો નથી. આથી ગાંધીજી અને દારૂ અંગેના પુછાયેલા પ્રશ્નોને લઇને વિવાદ સર્જાયો છે.

આ પ્રકારના પ્રશ્નો પૂછવા તે યોગ્ય નથી: શિક્ષણમંત્રી ચુડાસમા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે જણાવ્યું કે આ ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડના પ્રશ્નપત્રનો નહીં પરંતુ ખાનગી પેપરસેટર પાસેથી તૈયાર કરાવેલા પ્રશ્નપત્ર પરિક્ષા માટે ઉપયોગમાં લે છે. પરંતુ આ પ્રકારના પ્રશ્નો પૂછવા તે યોગ્ય નથી. આવાં પ્રશ્નો કુમળા માનસના વિદ્યાર્થીઓમાં જ્ઞાન વર્ધન કરવાને બદલે દ્વિધા ઊભી કરે છે.

આ મામલે તપાસ કરાવવામાં આવશે: શિક્ષણ અધિકારી
દારૂનું વેચાણ કરનાર અને દારૂડિયાનો ત્રાસ અંગે જિલ્લા પોલીસવડાને રજુઆત કરતો પત્ર પુછાયાનું જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભરત વઢેરને પુછતા જણાવ્યું હતું કે પ્રશ્નપત્ર કોને કાઢ્યું હતું તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત જરૂરી સુચનાઓ પણ આપી દેવામાં આવશે.

X
What did Gandhi do to commit suicide?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી