ગાંધીનગર / રાજ્યમાં 2 સ્પોર્ટ્સ હોસ્ટેલ, પેરા એથ્લીટ ટ્રેનિંગ સેન્ટર બનશે

સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી
સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી

  • ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંકુલની મુલાકાત વખતે કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજ્જુની જાહેરાત 
  • રાજ્યના ખેલાડીઓ માટે 300ની ક્ષમતા ધરાવતી હોસ્ટેલ બે તબક્કામાં બનાવાશે
  • એથ્લીટ્સને અપાતી રકમમાં પણ વધારો કરી સીધી મળે તેની વ્યવસ્થા કરાશે

Divyabhaskar.com

Jul 14, 2019, 01:32 AM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળે અને તેઓ આવી સ્પર્ધાઓમાં જુસ્સા સાથે ભાગ લઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજ્જુએ કરી છે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુ રાજ્યની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી.

સ્પોર્ટ્સ માટે નવું અભિયાન શરૂ કરવામાં આવશે
રિજ્જુએ ગાંધીનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લઈ રહેલા ખેલાડીઓ, કોચ અને સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓ સાથે વન ટુ વન વાત કરીને વિગતો પણ મેળવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘ખેલાડીઓ માટેની વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ શું છે તેની પ્રત્યક્ષ હકીકત જાણવા રૂબરૂ આવ્યો છું, જે પણ જરૂરિયાત હશે તે સુવિધા ઉપલબ્ધ કરાશે. દેશમાં રમતગમતને જીવનનો હિસ્સો બનાવવો જરૂરી છે. સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ માટે નવું અભિયાન શરૂ કરવામાં આવશે. આવતા વર્ષે ઓલિમ્પિક છે, જેમાં દેશના કેટલા ખેલાડીઓને મોકલવા એ મહત્ત્વનો વિષય છે. ગુજરાતના લોકોને રમતગમતમાં ઘણો રસ છે, જેથી પેરા એથ્લીટ્સનું સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફ્લાઇટ લેટ પડી હતી
આ સિવાય ગુજરાતમાં ખેલાડીઓ માટે 300ની ક્ષમતાવાળી એક એવી કુલ બે હોસ્ટેલ બે તબક્કામાં બનાવાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતો માટે ખેલાડીઓને જે સુવિધા- સાધનોની જરૂરિયાત હશે તે તમામ પૂરી પડાશે. એથ્લીટ્સને જે રકમ અપાય છે તેમાં પણ વધારાની રકમ સીધી મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે.’ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓને કેવા પ્રકારનું ભોજન અપાય છે તે ચકાસવા કિરણ રિજ્જુએ પણ ખેલાડીઓની સાથે બેસીને ભોજન લીધું હતું. જો કે, ફ્લાઇટ મોડી પડતાં તેમને આવવામાં વિલંબ થવાને કારણે ખેલાડીઓને પણ બે કલાક મોડું ભોજન આપવામાં આવ્યું હતું.

ટોકિયોમાં ઇન્ડિયા હાઉસ બનાવાશે
ટોકિયોમાં 2020માં યોજાનારી ઓલિમ્પિક્સની તૈયારીના ભાગરૂપે ટોકિયોમાં ઇન્ડિયા હાઉસ તૈયાર કરાશે, જેમાં ભારતીય ખેલાડીઓ માટે જરૂરી બધી જ સુવિધાઓ પૂરી પડાશે. ન્યુટ્રિશનિસ્ટ અને કોચની સલાહ મુજબ ખેલાડીઓ માટે પોષણયુક્ત ભોજન તેમ જ જરૂરી ટેકનિકલ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

આર્થિક જરૂરિયાતમંદ ખેલાડીઓને ભૂતપૂર્વ ખેલાડીઓને સહયોગ આપશે

  • કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુએ કહ્યું હતું કે, જે ખેલાડીઓએ ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય તેમ જ જેમણે રાષ્ટ્રીય સ્તર પર કોઈ રમતમાં મેડલ જીત્યા હોય એવા ખેલાડીઓ જો અત્યારે સારી આર્થિક સ્થિતિમાં નહીં હોય તો એમના માટે આર્થિક સહયોગની વ્યવસ્થા પણ સરકાર ઊભી કરી રહી છે.
  • કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જે ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને એશિયન ગેમ્સ, કોમનવેલ્થ કે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીત્યા હોય તેમના માટે પેન્શનની વ્યવસ્થા તો હોય જ છે.
  • આ ઉપરાંત પણ કોઈ ખેલાડીઓ આર્થિક રીતે નબળી સ્થિતિમાં હોય તો તેમના માટે સરકાર આર્થિક સહયોગની વ્યવસ્થા ઊભી કરી તેમને મદદ કરવામાં આવશે.
X
સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરીસ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી