પાટનગર / ન્યૂ ગાંધીનગરમાં નર્મદાનાં નીર ટૂંક સમયમાં મળશે, 18મીથી જોડાણની અરજી સ્વીકારાશે

Narmada Neer to meet soon in New Gandhinagar, attachment application will be accepted from 18th

  • કુડાસણ, રાયસણ, રાંદેસણ, હડમતિયા, સરગાસણ અને વાવોલ ગામનો સમાવેશ: 18મીથી જોડાણની અરજી સ્વીકારાશે

Divyabhaskar.com

Nov 09, 2019, 08:16 AM IST

ગાંધીનગરઃ ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓના ઘરમાં આખરે નર્મદાના પાણીનું આગમન થશે. ગત મહિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ યોજનાનું લોકાર્પણ કર્યા બાદ હવે પીવા માટે નર્મદાના પાણીની વાત જમીની હકિકત બનશે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જરૂરી તમામ કામગીરી પૂરી કરી દેવાઇ છે. સોસાયટીની શેરીઓમાં લાઇન પહોંચાડી છે. હવે પાણીનું જોડાણ મેળવવા ઇચ્છતી સોસાયટીઓ પાસેથી અરજી સ્વીકારવાનું તારીખ 18મી નવેમ્બરથી શરૂ કરાશે. આ સાથે ગુડા વિસ્તારમાં આવતા કુડાસણ, રાયસણ, રાંદેસણ, વાસણા હડમતિયા, સરગાસણ અને વાવોલ ગામની સોસાયટીઓમાં નર્મદાના પાણી અપાશે.

ગુડાના કારોબારી અધિકારી જી સી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે વિવિધ નગર રચના યોજનાઓમાં પાણી, ગટર, રસ્તા અને સ્ટ્રીટલાઇટની માળખાકીય સુવિધાઓ ઝડપભેર આપવાનું આયોજન છે. કુલ મળીને રૂપિયા 200 કરોડના ખર્ચના આયોજન માળખાકીય સુવિધાઓ માટે હાથ ધરવામા આવ્યા છે. તેમાં ઉપરોક્ત ટીપી સ્કીમ નંબર 4, 5, 6, 8, 9, 13 અને 19માં પીવાના પાણી માટે નર્મદા કેનાલ આધારિત યોજના હાથ ધરાઇ હતી. સમ્પ, ઉંચી ટાંકી, ભૂગર્ભ ટાંકી, મેઇન લાઇન સહિતના કામ પૂર્ણ કરાયા પછી દરેક ઘરે વિતરણની મેઇન લાઇનના કામ પૂર્ણ થતાં જોડાણ માટેની અરજીઓ સોસાયટી મારફત સ્વીકારાશે.

વિકસતા વિસ્તારોમાં 5 હજારથી વધુ પરિવાર લાભાર્થી બનવાના છે
કુડાસણ, રાયસણ, રાંદેસણ, હડમતિયા, સરગાસણ અને વાવોલ ગામનો સમાવેશ પીવાના પાણી માટેની યોજનામાં કરવામાં આવ્યો છે. તેમાં 5 હજારથી વધુ પરિવાર લાભાર્થી બનવાની ધારણા રાખવામાં આવી છે.

20 હજાર લીટર સુધી રૂપિયા 10માં 1 હજાર લીટર પાણી અપાશે
ગુડા દ્વારા પીવાના પાણી માટે 20 હજાર લીટર સુધી પ્રતિ હજાર લીટરના રૂપિયા 10 વસૂલવામાં આવશે. તેમ જણાવતા ગુડાના જનેરી સુત્રોએ ઉમેર્યું કે 20 હજાર લીટરથી 30 હજાર લીટર સુધી પ્રતિ હજાર લીટરના રૂપિયા 15નો ચાર્જ વસૂલવામાં આવશે. જ્યારે 30 હજાર લીટરથી વધુ ઉપાડ કરવામાં આવે તો પ્રતિ હજાર લીટરના રૂપિયા 20નો દર લાગુ પડશે.

ગુડા દ્વારા 8 MLD પાણીનું વિતરણ કરાશે
નર્મદા આધારિત પાણી વિતરણ વ્યવસ્થા અંતર્ગત ગુડા દ્વારા હાલમાં 4 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવી રહ્યો છે. હવે ઉપરોક્ત નવા વિસ્તારોમાં પાણીના જોડાણ સક્રિય થવાના કરણે રોજનો ઉપાડ 8 એમએલડી થશે.

X
Narmada Neer to meet soon in New Gandhinagar, attachment application will be accepted from 18th
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી