તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020-21ના બજેટ માટે જિ.પં.ની 20મીએ સભા મ‌ળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 10 કામોની ગ્રાન્ટની મંજૂરી અપાશે

ગાંધીનગર: જિલ્લા પંચાયતની વર્ષ-2020-21ના બજેટની સામાન્ય સભા 20મીને શુક્રવારના રોજ યોજાશે. જેમાં રૂપિયા 803.60 લાખના એલઇડી હાઇમાસ્ક ટાવરના કુલ 352 કામોમાંથી રદ કરેલા 10 કામોની ગ્રાન્ટમાંથી પીવાના પાણીમાં વાપરવાની મંજૂરી અપાશે. જિલ્લા પંચાયતના કેમ્પસને ડસ્ટ પ્રુફ કરવા રૂપિયા 30 લાખના ખર્ચે પાર્કિંગ શેડ, પેવર બ્લોક તથા લાઇટીંગની સુવિધાના સહિતના કામોને મંજૂર કરાશે. 
નાણાંકિય વર્ષના અંતિમ પખવાડિયામાં ગાંધીનગર જિલ્લા પંચાયતના વર્ષ-2020-21ના બજેટ માટે સામાન્ય સભા તારીખ 20મીને શુક્રવારે બપોરે 2-30 કલાકે સરદાર હોલમાં યોજાશે. જેમાં વર્ષ 2019-20નું સુધારેલું બજેટ પણ રજુ કરાશે. ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકના દહેગામના બિયારણ વૃદ્ધિ કેન્દ્ર, કલોલ તાલુકાના ધમાસણાના બિયારણ વૃદ્ધિ કેન્દ્ર તેમજ માણસા તાલુકાના વેડા ગામના બિયારણ વૃદ્ધિ કેન્દ્રની મુદત વધારાશે. આ ઉપરાંત રેતી કાંકરીની ગ્રાન્ટમાંથી સૂચવેલા કામો તેમજ અગાઉ સૂચવેલા કામોમાં કરાયેલા ફેરફારને મંજૂર કરવામાં આવશે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં એલઇડી હાઇમાસ્ક ટાવરની સુવિધા આપવા માટે કુલ રૂપિયા 803.60 લાખના કુલ-352 કામો સ્વભંડોળમાંથી કરવામાં આવનાર છે. તેમાંથી રદ કરેલા રૂપિયા 21.18 લાખના કુલ-10 ટાવરના કામોની ગ્રાન્ટનો ઉપયોગ પીવાના પાણીના કામોમાં વાપરવા માટેની મંજૂરી આપવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો