તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોડસેની વિચારધારા દેશમાં ફેલાતી અટકાવવા માટે કોંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’, મોટી સંખ્યામાં લોકો જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરથી સાબરમતી આશ્રમ આવતી યાત્રાના સુકાની પરેશ ધાનાણી સહિત બાઇકસવારો - Divya Bhaskar
પોરબંદરથી સાબરમતી આશ્રમ આવતી યાત્રાના સુકાની પરેશ ધાનાણી સહિત બાઇકસવારો

ગાંધીનગરઃ પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે 27મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’નું આયોજન કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત દાંડીથી સાબરમતી આશ્રમ સુધી મોટર સાયકલયાત્રાના બીજા દિવસે સુરતથી આગળ વધી છે. ત્યારે આ મામલે અમીત ચાવડાએ કહ્યું હતું કે, હાલમાં જે ગોડસેની વિચારધારા દેશમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેને ખતમ કરવા તથા એક મજબૂત સંદેશ આપવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા
આ યાત્રામાં મોટી સંખ્યામાં બાઇકસવારો જોડાયા છે. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને ગાંધી વિચાર માટે કામ કરતા અનેક લોકો પણ આ યાત્રામાં જોડાયા છે. હાલ આ યાત્રા ભરૂચ તથા અંકલેશ્વરમાં ભ્રમણ કરીને ગાંધીજીના વિચારોનો પ્રચાર કરી રહી છે. ત્યારે બીજી બાજુ પોરબંદરથી પણ  સાબરમતી આશ્રમ સુધી મોટર સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની આગેવાની વિપક્ષના નેતા પરેશ ધાનાણી કરી રહ્યાં છે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, હાલ યાત્રા રાજકોટ રાત્રિ રોકાણ કરશે અને કાલે સવારે ચોટીલા સહિતના વિસ્તારમાં ભ્રમણ કરીને ગાંધીજીના વિચારોનો પ્રચાર-પ્રસાર કરશે.