ગાંધીનગર / પ્રદીપસિંહ જાડેજાએ CM સાથે બિનસચિવાલય પરીક્ષા વિવાદ મામલે બેઠક કરી, પરીક્ષા રદ ન કરવા સરકાર અડગ

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે  બિન સચિવાલય પરીક્ષા તપાસ ચાલતી હોવાનું કહ્યું હતું
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે બિન સચિવાલય પરીક્ષા તપાસ ચાલતી હોવાનું કહ્યું હતું

  • બિન સચિવાલય પરીક્ષા મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે કહ્યું, બે દિવસમાં નિર્ણય લેવાશે

  • ગૃહરાજ્યમંત્રીએ સીસીટીવી ફૂટેજ ચેક કરાઈ રહ્યા છે

  • કોંગ્રેસ પણ સીસીટીવી ફૂટેજ અને ફરિયાદ આપી છે

Divyabhaskar.com

Dec 04, 2019, 09:55 PM IST

ગાંધીનગર: તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં સોશિયલ મીડિયામાં ગણતરીના કલાકોમાં જ પ્રશ્નપત્ર સહિત આન્સર કી ફરતી થઈ હતી, જેને કારણે વિદ્યાર્થીઓએ અનેક વખત ગુજરાત ગૌણ સેવા આયોગના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હોવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા આજે ગાંધીનગર ખાતે વિરોધ કરી પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. જેને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરીક્ષા રદ કરવામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું. આ મામલે CM સાથે જાડેજાએ બેઠક યોજી હતી. તેમાં સરકાર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા મામલે કોઇ વાટાઘાટો કરશે નહીં. સરકારના કોઇ મંત્રી કે અધિકારી આ મામલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે નહીં. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાડેજાએ એકની ધરપકડ કરાઈ હોવાનું જણાવ્યું

જાડેજાએ જણાવ્યું હતું કે, ગૌઁણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં આજે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં તેમની માગણી હતી કે પરીક્ષા રદ કરવામાં આવે પરંતુ આવી પરીક્ષા કોઈ જ રદ કરવામાં નહીં આવે. જ્યારે પરીક્ષાની ગેરરીતિ સોશિયલ મીડિયા પર વાઈરલ થવા મામલે તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષા શરૂ થયાના બે કલાક બાદ પાલનપુરના એક ઉમેદવારે બહાર આવીને પોતાના ફોનથી પેપર તેના મિત્રને મોકલ્યું હતું. ત્યારબાદ તેના મિત્રે જવાબ લખીને ઉત્તરવહી સાથેનું પેપર વાઈરલ થયું હતું. જેને ધ્યાનમાં લઇને અમે તમામ કાર્યવાહી કરી છે. સાથે જ જો મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 39 જેટલી ફરિયાદો આવી છે. જ્યારે પાલનપુર ખાતે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં પણ કોંગ્રેસ સામેલ હોય અને કોંગ્રેસ વિદ્યાર્થીઓને લઈને રાજનીતિ કરતા હોવાના પણ આક્ષેપપ્રદીપસિંહ જાડેજાએ કર્યા હતા.
અગાઉ વોરાએ જણાવ્યું હતું કે કસુરવાર સામે પગલાં ભરાશે
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ઉમેદવારો ગાંધીનગરના ધક્કા ખાઇ રહ્યા છે પરંતુ કોણ સેવા આયોગના અધ્યક્ષ આશિષ વોરા મળવાનું ટાળી રહ્યા છે. અગાઉ અસિત વોરાએ સમગ્ર ઘટના બાબતે જણાવ્યું હતું કે, જે સેન્ટરમાંથી જરૂરી થઈ છે તેવા તમામ સેન્ટરના સીસીટીવી ચેક કરીને કસુરવાર સામે પગલાં ભરવામાં આવશે.

X
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે  બિન સચિવાલય પરીક્ષા તપાસ ચાલતી હોવાનું કહ્યું હતુંગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે બિન સચિવાલય પરીક્ષા તપાસ ચાલતી હોવાનું કહ્યું હતું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી