તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીરાબાએ રાષ્ટ્રપતિ કોવિંદનું રેંટિયો આપીને સ્વાગત કર્યું, અડધો કલાક જેટલો સમય વિતાવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોદીના માતા હીરાબા સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત - Divya Bhaskar
મોદીના માતા હીરાબા સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત
 • રાષ્ટ્રપતિએ હીરાબા સાથે અડધો કલાક વીતાવ્યો
 • જ્યારે હીરાબાનું સ્વાગત રાષ્ટ્રપતિ કોવિંદ અને રાજ્યપાલ દેવવ્રતે શાલ ઓઢાડીને કર્યું

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગરના રાયસણ સ્થિત નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની મુલાકાત કરી હતી.  હીરાબાએ રાષ્ટ્રપતિને ગાંધી ચરખો, ખાદીની શાલ અને ગીતાનું પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું. હીરાબા સાથે રાષ્ટ્રપતિએ અડધો કલાક જેટલો સમય વિતાવ્યો હતો.

કોળી સમાજના આગેવાનો સાથે મુલાકાત
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની મુલાકાત એકદમ અંગત હતી એટલે ત્યાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. હીરાબા સાથે રાષ્ટ્રપતિ દસ જેટલા બાળકોને પણ મળ્યા હતા. બાળકોએ રાષ્ટ્રપતિનું ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું. ગુલાબના ફૂલ બાળકોએ આપતા રાષ્ટ્રપતિએ તે ફૂલને સ્વીકારીને બાળકોને પરત કરીને આશીર્વચન આપ્યાં હતાં. બાળકોના વાલીઓના કહ્યા પ્રમાણે, બાળકો રાષ્ટ્રપતિને મળીને ખુશ થઇ ગયા હતા. દરમિયાનમાં રાષ્ટ્રપતિને કેટલાક કોળી સમાજના આગેવાનોને પણ મળ્યા હતા. જો કે, આ મુલાકાત સામાજિક મુલાકાત જેવી જ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો