તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યના 25 IAS અધિકારીઓની બદલીઓ, અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા સલામત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IAS સુનયના તોમરની ફાઇલ તસવીર. - Divya Bhaskar
IAS સુનયના તોમરની ફાઇલ તસવીર.
  • ચાર સચિવ કક્ષાના અને બાકીના 21 કલેક્ટર, ડીડીઓ અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત 24 આઇએએસના બદલી
  • દસ અધિકારીઓને પ્રમોશન સાથે બદલી
  • બંદર અને વાહન વ્યવહારવિભાગના અગ્રસચિવ સુનયના તોમરને ઉર્જા વિભાગમાં ખસેડાયા

ગાંધીનગર: ગુજરાત સરકારમાં મુખ્ય સચિવની નિયુક્તિ બાદ બદલીનો એક રાઉન્ડ આવે તેવી શક્યતા હતી અને મહત્ત્વના વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યસરકારે શુક્રવારે બદલીઓના હુકમ કર્યાં છે. જેમાં ચાર સચિવ કક્ષાના અને બાકીના 21 કલેક્ટર, ડીડીઓ અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત 24 આઇએએસના બદલીના હુકમ થયાં છે. જ્યારે દસ અધિકારીઓને પ્રમોશન સાથે બદલી કરાઇ છે. બંદર અને વાહન વ્યવહારવિભાગના અગ્રસચિવ સુનયના તોમરને ઉર્જા વિભાગમાં ખસેડાયા છે. આશ્ચર્યજનકરીતે અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની બદલીની વાતો વચ્ચે તેમને ખસેડાયા નથી.

નામ હાલની જગ્યા બદલી-બઢતી જગ્યા
સુનયના તોમર PS, વાહનવ્યવહાર અગ્ર સચિવ, ઉર્જા
કમલ દયાણી અગ્ર સચિવ, GAD વાહનવ્યવહારનો ચાર્જ
એસ જે હૈદર ગ્રામ વિકાસ કમિશનર MD,ગુજરાત ST
મનોજ અગ્રવાલ અગ્ર સચિવ, સામાજિક ન્યાય ગ્રામ વિકાસ કમિશ્નર
સોનલ મિશ્રા MD, ગુજરાત ST સચિવ, જળસંપત્તિ
દિલિપ કુમાર રાણા કલેક્ટર, આણંદ આદિજાતિ વિકાસ કમિશ્નર
નાગરાજન એમ કલેક્ટર, કચ્છ-ભૂજ નિયામક, ઉચ્ચ શિક્ષણ
રણજિતકુમાર જે આદિજાતિ વિકાસ કમિશ્નર કમિશનર, MSME
આર જી ગોહિલ ડીડીઓ, નવસારી કલેક્ટર, આણંદ
પ્રવીણા ડી કે કલેક્ટર, સાબરકાંઠા કલેક્ટર, કચ્છ
સી જે પટેલ નિયામક, લેબર કલેક્ટર, સાબરકાંઠા
સી એમ પાડલિયા ડીડીઓ, અમરેલી સંયુ. સચિવ, સામાજિક ન્યાય
ગાર્ગી જૈન ડીડીઓ, ખેડા-નડીયાદ ના. સ., મહિલા-બાળવિકાસ
ડી એસ ગઢવી સંયુ. સચિવ, સામાજિક ન્યાય ડીડીઓ, ખેડા
કે એલ બચાણી Dy MC, અમદાવાદ મ્યુનિ જોઇન્ટ MD, GIDC
જી એચ ખાન CPO, આરોગ્ય કમિશ્નર ડેપ્યુટી ડીરે. જનરલ, સ્પીપા
ડો. વિપિન ગર્ગ આસિ. કલેક્ટર, વડોદરા ડીડીઓ, નવસારી
શાલિની દુહાન આસિ. કલેક્ટર, બોડેલી નાયબ સચિવ,ઉર્જા
નીતિન સાંગવાન આસિ. કલેક્ટર, વેરાવળ Dy MC, અમદાવાદ મ્યુનિ
ભવ્ય વર્મા આસિ. કલેક્ટર, સુરેન્દ્રનગર નિયામક, લેબર
ડો. નવનાથ ગવ્હાણે આસિ. કલેક્ટર, સાબરકાંઠા CPO, આરોગ્ય કમિશ્નર
દેવ ચૌધરી આસિ. કલેક્ટર, અમદાવાદ સ્પેશિયલ કમિ, SBM
રવિન્દ્ર ખટાલે આસિ. કલેક્ટર, વલસાડ નાયબ સચિવ, કૃષિ
યોગેશ ચૌધરી આસિ. કલેક્ટર, જામનગર MD, DGVCL
તેજસ પરમાર આસિ. કલેક્ટર, દાહોદ ડીડીઓ, અમરેલી
ડો ઓમ પ્રકાશ આસિ. કલેક્ટર, રાજકોટ Dy MC, અમદાવાદ મ્યુનિ.
અન્ય સમાચારો પણ છે...