રાહત / ફતેવાડી અને ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી છોડાશે, સાણંદ, બાવળા સહિત 8 તાલુકાનાં ખેડૂતોને થશે ફાયદો  

પ્રતિકાત્સક તસવીર
પ્રતિકાત્સક તસવીર

  • અમદાવાદ જિલ્લામાં ડાંગરના ઊભા પાકને બચાવવા 
  • ૧૫ જુલાઇથી ૪પ દિવસ માટે એકંદર ૩૧.૯ MCFT પાણી ડાંગરના ઊભા પાકને મળશે 

Divyabhaskar.com

Jul 12, 2019, 07:10 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ચાલુ ચોમાસામાં હજુ વરસાદની શરૂઆત ન થઇ હોવાથી ખરીફ સિઝન-ર૦૧૯માં સિંચાઇ માટે અમદાવાદ જિલ્લાની ફતેવાડી અને ખારીકટ કેનાલમાં ૧પ જુલાઇથી ૪પ દિવસ માટે નર્મદાનું પાણી ડાંગરના પાકની સિંચાઇ હેતુસર છોડવાનો કૃષિ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.

વિજય રૂપાણીના આ કિસાન હિત અભિગમને પગલે અમદાવાદ ગ્રામ્યના ફતેવાડી નહેર યોજના તળેના દસક્રોઇ, સાણંદ, બાવળા, ધોળકા અને વિરમગામ તાલુકાના મળીને રપ હજાર હેક્ટર વિસ્તાર તેમજ ખારીકટ યોજનાના દસક્રોઇ, બારેજા, માતર તાલુકામાં ૪પ૦૦ હેક્ટર વિસ્તારમાં ચોમાસુ ડાંગરની સિંચાઇ માટે ૧પ જુલાઇ-ર૦૧૯ થી ર૪ ઓગસ્ટ સુધી એકંદરે ૩૧૦૯ MCFT નર્મદાનું પાણી છોડવામાં આવશે.

X
પ્રતિકાત્સક તસવીરપ્રતિકાત્સક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી