પેટાચૂંટણીની આચારસંહિતા પછી રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિની યોજના લાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારને પ્રાકૃત્તિક કૃષિ રામબાણ ઇલાજ લાગે છે
  • 10થી 15 હજાર નિષ્ણાતોને તાલીમ અપાશે જેઓ ખેડૂતોને માર્ગદર્શન આપશે

દિનેશ જોષી, ગાંધીનગરઃ ભાજપ સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો છે ત્યારે ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજય સરકારે પ્રાકૃત્તિક કૃષિ માટે ખેડૂતોને સજાગ કરવા માટે એક યોજના લાવી રહીં છે. આ યોજના અત્યારે તૈયાર થઇ રહીં છે અને તેને અંતિમ સ્વરૂપ આપવાનું નક્કી કર્યુ છે. આ અંતિમ સ્વરૂપ આપ્યા પછી રાજયની પેટાચૂંટણીની આચારસંહિતા પુરી થઇ ગયા પછી સરકાર કદાચ પ્રાકૃત્તિક કૃષિ માટેની યોજના જાહેર કરે તેવી શકયતા ટોચના સુત્રોએ વ્યકત કરી છે.

10 હજારથી વધુ ખેડૂતોને તાલીમ આપશે
પ્રાકૃત્તિક કૃષિ એટલે કોઇપણ પ્રકારની દેશી ગાયથી થતી કૃષિ. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત તેના હિમાયતી છે. આ કૃષિનો ઉલ્લેખ કેન્દ્ર સરકારે પણ તેના બજેટમાં જીરો બજેટથી કર્યો હતો. સરકારે ખેડૂતોને આવક બમણી કરવાનો વાયદો આપ્યો હોવાથી આ કૃષિ તેમને રામબાણ ઇલાજ લાગે છે. આ કૃષિથી 30 એકટરમાં કૃષિ થાય છે, ગુજરાતમાં પણ ખેડૂતો 20 એકર સુધી કૃષિ આ પધ્ધતિથી કરે છે. આ યોજના હેઠળ 10થી15 હજારે લોકોને તાલીમ આપીને ગામડે ગામડે કે વિસ્તાર પ્રમાણે ખેડૂતોને તાલીમ આપવા મોકલાશે. 

15 ઓક્ટો. સુધી પ્રાકૃત્તિક કૃષિની સૌરાષ્ટ્રમાં યાત્રા
પ્રાકૃત્તિક કૃષિની જાગૃત્તિ માટે તા. 12થી 15 દરમિયાન સૌરાષ્ટ્રમાં પ્રાકૃત્તિક કૃષિની યાત્રા કાઢવામાં આવી છે. જેની આગેવાની કૃષિના પ્રેરણાસ્ત્રોત એવા પહ્મશ્રી ર્ડા.સુભાષ પાલેકરજી લઇ રહ્યા છે. તેઓ ખેડૂતોને પ્રાકૃત્તિક કૃષિનું માર્ગદર્શન આપી રહ્યા છે. આ કૃષિમાં દેશી ગાયના ગોબરમાં 300થી 500 કરોડ જીવાણુઓ હોવાથી જમીનની ઊર્વરા શક્તિને વધારે છે.

અન્ય સમાચારો પણ છે...