તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાય, ખેતી અને ગોડાઉન માટે બમ્પર રાહતો, શ્રમિકોને પણ અનેકવિધ લાભો પૂરા પાડતું બધા વર્ગને ખુશ કરનારું બજેટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2020-21 માટે રૂ. 2,17,287 કરોડનું નું બજેટ, અંદાજિત પુરાંત રૂ. 275.57 કરોડ, જાહેર દેવું રૂ. 46,501 કરોડ
 • અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં શ્રમિકોને સિટી બસમાં મુસાફરી સહાય, ગાંધીનગરમાં પોલીસ કમિશનર
 • ગુજરાત સરકાર ખેડૂતોને એક પાળવા માટે વાર્ષિક રૂ. 10800 આપશે, દિવસે પણ ખેડૂતોને વીજળી મળશે

ગાંધીનગર: રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું રૂ. 2,17,287 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મુખ્યત્વે કૃષિ, પશુપાલન અને ઉદ્યોગો ઉપરાંત શ્રમિક વર્ગને વ્યાપક રાહત આપવા ઉપરાંત કલ્યાણકારી યોજનાઓ પણ જાહેર કરાઈ હતી. આ મુજબ હવે ગુજરાત સરકાર ખેડૂતોને એક ગાય પાળવા માટે વાર્ષિક રૂ. 10800ની સહાય આપશે. આ સિવાય પાકવીમા યોજના પણ મરજીયાત કરાતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે.  બજેટમાં કોલ્ડ સ્ટોરેજના વીજ કરને 20 ટકાથી ઘટાડી 10 ટકા, વેપારી વર્ગ માટે વીજ દરને 25થી ઘટાડી 20 ટકા કર્યો હતો. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બાંધકામ શ્રમિકોને સિટી બસમાં મુસાફરી કરવા સરકાર સહાય આપશે. મધ્યમ વર્ગને ખુશ કરવા માટે સરકાર દર વર્ષે પ્રત્યેક પરિવારને 12 કિલો તવેર દાળ આપશે જેનો 66 લાખ લોકોને લાભ મળશે. જ્યારે નાણાંકીય વર્ષ 2020-21 માટે જાહેર દેવું 21.66% વધીને રૂ. 46,501 કરોડ થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
ગૃહમાં રજૂ થયેલા બજેટની સંપૂર્ણ વિગતો વાંચવા અહીં ક્લિક કરો

કરવેરામાં રાહતો
ધાર્મિક સ્થળોએ પરનો વીજ કર 25 ટકાથી ઘટાડી ગ્રામ્ય વિસ્તારોમાં 7.5 ટકા, શહેરી વિસ્તારોમાં 15 ટકા
ધર્મશાળા પરનો વીજકર 25 ટકાથી ઘટાડીને અનુક્રમે 15 અને 10 ટકા કરાયો
બજેટમાં દરખાસ્ત બાદ પુરાંત રૂ 605.43 કરોડ
વીજ કરમાં સૂચિત રાહત રૂ 330.16 કરોડ
એકંદરે અંદાજિત પુરાંત રૂ. 275.57 કરોડ
વેપારી અને વાણિજ્યિક વર્ગ સહિત ની કેટેગરી પાર વીજકર 25માંથી 20 ટકા કરાયો
202 જેટલી યોજનાઓ 100 ટકા મહિલાલક્ષી
મહિલાઓની સહભાગિત ના ટકાવરીમાં 30 થી 99 ટકા હોય તેવી 631 યોજના
2019-20 ની સરખામણીમાં 2020-2 ના જેન્ડર બજેટમાં 15077.41 કરોડનો વધારો

વજુભાઈ વાળા બાદ નીતિન પટેલ વધુ વખત બજેટ રજૂ કર્યુ
ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 7વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ 8મી વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કર્યો છે. રાજ્યમાં જીએસટીના કારણે રાજ્યની આવક ઘટના સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

2200 કરોડની મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની જાહેરાત
-    દરેક પશુપાલકને તેમની એક ગાય કે ભેંસ દીઠ , એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય
-    દૂધ ઉત્પાદક મંડળીઓના અંદાજિત ૧૫ લાખ સભાસદ પશુપાલકોને લાભ મળશે, જે માટે કુલ ૨૨૦૦ કરોડની જોગવાઇ.
-    રજિસ્ટર્ડ પાંજરાપોળોને એક વખતની માળખાકીય સહાય માટે કુલ ૨૧૦૦ કરોડની જોગવાઇ.
-    પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવા સહાય માટે ૨૮૧ કરોડની જોગવાઇ.
-    રાજ્યભરમાં ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે ૨૩૫ કરોડની જોગવાઈ.
-    હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવી વેટરનરી કોલેજ. મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓ માટે ૪૩ કરોડની જોગવાઇ.
-    દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે ૨૩૨ કરોડની જોગવાઈ
-    મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૭ કરોડની જોગવાઈ.
-    મંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણામાં સુદઢ કરવા કુલ ૧૩ કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે 31,955 કરોડની જોગવાઈ
-    ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ માટે 500 કરોડ, 7000 નવા ક્લાસ માટે 650 કરોડ
-    મધ્યાહ્ન ભોજન માટે 980 કરોડ, કોલેજ વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે 200 કરોડ
-    RTE હેઠળના 4.22 લાખ વિદ્યાર્થીઓને યુનિફોર્મ-સ્ટેશનરી માટે 550 કરોડ
-    વિદ્યાર્થીઓ માટેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 935 કરોડ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11243 કરોડની જોગવાઈ
-    સયાજી હોસ્પિટલ, વડોદરામાં 600 બેડની નવી ચાઈલ્ડ હોસ્પિટલ
-    સગર્ભા માતા અને 2 વર્ષ સુધીના બાળકને પોષણ માટે 2000 કરોડ
-    મા-અમૃતમ, મા-વાત્સલ્ય, આયુષ્યમાન યોજના માટે 1555 કરોડ
-    નવસારી, રાજપીપળા, પોરબંદરની 3 નવી મેડિકલ કોલેજ માટે 125 કરોડ

મહિલા-બાળ વિકાસ માટે 3150 કરોડની જોગવાઈ
-    53,029 આંગણવાડીમાં સ્માર્ટ ફોન-ગ્રોથ ડિવાઈસ માટે 55 કરોડ
-    શહેરોમાં આંગણવાડી વધારવા 35 કરોડ, ‘વ્હાલી દીકરી’ માટે 50 કરોડ
-    5 લાખ વિધવા બહેનોની સહાય રકમ વધારી માસિક રૂ. 1000 કરાઈ
-    આંગણવાડી-પ્રા. શાળાના વિદ્યાર્થીઓને ફ્લેવર્ડ દૂધ માટે 342 કરોડ

સામાજિક ન્યાય, અધિકારિતા માટે 4321 કરોડની જોગવાઈ
- એસસી/વિચરતી જાતિના વિદ્યાર્થીઓને સહાય
-    શિષ્યવૃત્તિ-રૂ. 750, મહિને ભોજનબિલ રૂ. 1500
-    બૂટ-મોજા- રૂ. 400, ગણવેશ- રૂ. 600, કન્યાને મફત સાઈકલ
-    સાત ફેરા યોજના- સંસ્થાને રૂ. 3000, યુગલને રૂ. 12,000
વૃદ્ધો-દિવ્યાંગોને અપાતી સહાય
-    75 વર્ષથી મોટા વૃદ્ધને માસિક રૂ. 1000ની પેન્શન સહાય
-    માનસિક દિવ્યાંગોને માસિક રૂ. 1000ની સહાય
-    કુટુંબની મુખ્ય વ્યક્તિના આકસ્મિક મોતમાં રૂ. 20,000 સહાય

પાણી પુરવઠા માટે રૂ. 4317 કરોડની જોગવાઈ
- 17 લાખ ઘરોમાં પીવાના પાણીની યોજના માટે 724 કરોડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની બલ્ક પાઇપલાઇન માટે રૂ. 500 કરોડ
- રિયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર યોજનામાં શહેરો માટે રૂ.100 કરોડ
- ગાંધીનગરમાં 24 કલાક પાણી વિતરણ માટે રૂ.240 કરોડ

આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.2675 કરોડની જોગવાઈ
- આશ્રમ-એકલવ્ય શાળામાટે રૂ.374 કરોડ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રૂ.379 કરોડ
- આશ્રમશાળામાં છાત્રની ગ્રાન્ટ રૂ. 2160, એસટી વિધાર્થીને ફૂડ બિલ માટે રૂ. ૩૦ કરોડ
- સરકારી-ગ્રાન્ડેડ સ્કૂલના વિદ્યાર્થીના રહેવા-જમવા માટે રૂ. 103 કરોડની જોગવાઈ
- બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂ. 20 કરોડની જોગવાઈ
પંચાયત અને ગ્રામવિકાસ માટે રૂ. 9091 કરોડની જોગવાઈ
-     માદરે વતન યોજના- NRI જેટલું જ દાન રાજ્ય સરકાર આપશે
-     મહિલા ઉત્કર્ષ જૂથને 1 લાખ સુધી ધિરાણનું વ્યાજ સરકાર ચૂકવશે
-     ગ્રામ સ્વનિર્ભર યોજના હેઠળ મહિલા જૂથોને ઘંટી ખરીદવા સહાય
-     ગ્રામ પંચાયતોને કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે ગ્રાન્ટ બેવડાઈ
શ્રમિક કલ્યાણ અને રોજગાર માટે રૂ. 1461 કરોડની જોગવાઈ
-     કડિયાનાકાના શ્રમિકોને સિટી બસમાં મુસાફરી ખર્ચમાં સહાય અપાશે
-     1 લાખ એપ્રેન્ટિસની ભરતી માટે રૂ. 92 કરોડ, 70 હજાર યુવાનને કૌશલ્ય તાલીમ
-     શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં રૂ. 10માં ભોજનનો યુ-વીન કાર્ડધારકોને પણ લાભ
-     મહિલા શ્રમિકોને પ્રસુતિ સહાય પેટે બે બાળકો સુધી રૂ. 27,500ની સહાય
માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 10,200 કરોડની જોગવાઈ
-     સાત વર્ષ કે વધુ સમયથી રિકાર્પેટ ન થયેલા રસ્તાનું રિસરફેસિંગ
-     જૂના પૂલોના રિપેરિંગ અને પુનઃબાંધકામ માટે રૂ. 80 કરોડ
-     મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ. 2500 કરોડ
-     વારંવાર અકસ્માતવાળા રોડના સેફ્ટી ઓડિટ માટે રૂ. 26 કરોડ

બજેટની હાઈલાઈટ્સ

 • નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ હવે 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવાશે
 • 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવાશે
 • વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરાશે
 • ક્લાઈમેટ ચેન્જ માટે રૂ.1019 કરોડની જોગવાઈ
 • મહિલા બાળ વિકાસ માટે રૂ.3150 કરોડની જોગવાઈ
 • ઉદ્યોગ અને ખાણ માટે રૂ.7017 કરોડની જોગવાઈ
 • પાણી પુરવઠા માટે રૂ. 4317 કરોડની જોગવાઈ
 • રૂ. 2,17,287 કરોડનું વર્ષ 2020-21 માટેનું બજેટ
 • કુટીરગ્રામ ઉદ્યોગ માટે રૂ. 411 કરોડની જોગવાઈ
 • ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે રૂ.13917 કરોડ
 • બંદર વાહન વ્યવહાર માટે રૂ.1397 કરોડ
 • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ.7423 કરોડની જોગવાઈ
 • માનવ કલ્યાણ યોજના નાના અને નબળા વર્ગ માટે રૂ.48 કરોડ
 • વાજપાયી બેંકેબલ યોજના માટે રૂ.411 કરોડ
 • પ્રવાસન રૂ.480 કરોડની જોગવાઈ
 • માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કેસમાં રૂ.50 હજારની જગ્યાએ રૂ.1 લાખનું વીમા કવચ
 • જળસંપતિ વિભાગ માટે રૂ.7220 કરોડની જોગવાઈ
 • શિક્ષણ વિભાગ માટે રૂ.31955 કરોડની જોગવાઈ
 • આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ.11243 કરોડની જોગવાઈ
 • સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે રૂ.4321 કરોડની જોગવાઈ
 • આદિ જાતિ વિકાસ વિભાગ માટે રૂ.2675 કરોડની જોગવાઈ
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂ.387 કરોડની જોગવાઇ
 • ખેડૂત તેના ખેતરમાં એનએ કરાવ્યા વિના ગોડાઉન બનાવી શકશે, તે માટે સરકાર ખેડૂત દીઠ રૂ. 20 હજારની સહાય કરશે
 • ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગાય દીઠ રૂ. 900 અને વાર્ષિક રૂ.10500 સહાય
 • પવિત્ર યાત્રાધામ રૂ.147 કરોડ
 • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ.13 440 કરોડની જોગવાઈ
 • શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.1461 કરોડની જોગવાઈ
 • કૃષ્ણ નગરી દ્વારકાનો વિકાસ રૂ.962 કરોડ
 • માર્ગ મકાન વિભાગ માટે રૂ.10200 કરોડની જોગવાઈ
 • સૂપોષણ ગુજરાત માટે રૂ. 2000 કરોડ
 • સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત લઈ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા રૂ.1 કરોડ
 • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂ.1397 કરોડની જોગવાઈ
 • ઉર્જા અને પેટ્રો કેમિકેલ વિભાગ માટે રૂ.13917 કરોડની જોગવાઈ
 • ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો મળે તે માટે રૂ. 7385 કરોડની સબસિડી
 • ઉડાન યોજના પોરબંદર, મુન્દ્રા,ભાવનગર, અને જામનગરની એર કનેક્ટિવિટી અને કેવડિયા સાબરમતી અને શેત્રુંજય ને વોટરડ્રોમથી જોડવા રૂ. 45 કરોડ
 • રાજપીપળા, અમરેલી,કેશોદ, મહેસાણા એરપોર્ટ ડેવલોપમેન્ટ માટે રૂ.25 કરોડ
 • રાજ્યની 500 શાળાને સ્કૂલ ઓફ એક્સઅલેન્સ બનાવા રૂ. 250 કરોડની જોગવાઈ
 • વન પર્યાવરણ વિભાગ રૂ.1781 કરોડની જોગવાઈ
 • વન રક્ષણ અને સંવર્ધન માટે રૂ.281 કરોડ
 • Gstની ઓછી આવકની અસર બજેટમાં દેખાઈ, નવી યોજનાઓ નહીં અને ગત વર્ષ કરતા માત્ર 15000 કરોડ જ વધુનું બજેટ
 • સર્પ સંશોધન કેન્દ્ર ધરમપુરના વેળાવદર ખડમોર પક્ષી સંવર્ધન
 • દીપડાને રેડિયો કોલર લગાવવા અને આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફ્રુટ ઉછેર માટે રૂ.10 કરોડ
 • ગૃહ વિભાગ માટે રૂ.7503 કરોડ
 • વિશ્વાસ પ્રોજેક્ટ માટે સીસીટીવી રૂ.111 કરોડ
 • મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ રૂ. 63 કરોડ નિર્ભયા ફંડ
 • પોલીસ આવાસ માટે રૂ. 288 કરોડ
 • અન્ન અને નાગરિક પુરવઠા માટે રૂ. 1271 કરોડ
 • મધ્યમવર્ગના 66 લાખ લોકોને વર્ષે 12 કિલો તુવેરદાળ જેના માટે રૂ. 287 કરોડ
 • મહેસુલ વિભાગ માટે રૂ. 4473 કરોડની જોગવાઈ
 • જમીન માપણી માટે dgps મશીન
 • ગાય, ગામડું અને ગોડાઉન માટે ખાસ સહાય
 • 140 નવા સબ સ્ટેશન બનાવશે, એક લાખ ખેડૂતોને વીજ જોડાણ આપવા રૂ. 1489 કરોડ
 • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ. 497 કરોડ
 • સાયન્સ સિટી માટે રૂ.75 કરોડ
 • રાજ્યની દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઈબરથી જોડાશે
 • રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. 560 કરોડ
 • જેટકોના સબ સ્ટેશન નજીક સરકારી જમીન પર સોલર પ્લાન નાખી 2500 મેગા વોટ વીજ ઉત્પાદન રૂ. 449 કરોડ
 • માહિતી પ્રસારણ માટે રૂ.169 કરોડ
 • કાયદા વિભાગ માટે રૂ.1681 કરોડ
 • પાવર જનરેશન યુનિટના આધુનિક બનાવવા રૂ.150 કરોડ
 • સામાન્ય વહીવટ રૂ.1766 કરોડ
 • અલંગ શિપ બ્રકિંગ યાર્ડ આધુનિકીકરણ માટે રૂ.715 કરોડ
 • નાગરિકની વ્યક્તિલક્ષી રજૂઆત જરૂરિયાત સ્થળ પર નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમ
 • એક માસ માટે કુલ 150 કિલો ગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય અપાશે...જેનાં માટે રૂ. 200 કરોડની જોગવાઈ
 • પાંજરાપોળને અપડેટ કરવાં માટે રૂ.100 કરોડની જોગવાઈ

હવે ડિજિટલ બજેટ, 10 ટન કાગળ બચશે
લાખો ટન પેપર બચાવવા અને પર્યાવરણને અનુલક્ષીને બજેટ સત્ર દરમિયાન મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. નીતિન પટેલની જાહેરાત પ્રમાણે હવેથી વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્યોને બજેટના પ્રકાશનની છાપેલી પુસ્તકો નહી મળે. બજેટના પ્રકાશનોની સીડી આપવામાં આવશે. કોંગ્રેસના સભ્યો આ મુદ્દે સહમત ન થતા તેમને પ્રકાશનોની પ્રિન્ટેડ કોપી અપાશે. આથી 10 ટન કાગળ બચશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો