તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટનગરના દપંતીએ સાબરમતી પુલ ઉપરથી પ્લાસ્ટિકના કચરાની સફાઇ કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • માતાના શ્રાદ્ધદિને લીધેલા સંકલ્પને પૂર્ણ કરવા આવી કામગીરી કરી : લોકો દ્વારા પ્રતિસાદ

ગાંધીનગર: દસમે સદ્દગત બાના શ્રાદ્ધદિને લીધેલા સંકલ્પને પૂર્ણ કરવા નગરના દપંતીએ સાબરમતી નદી ઉપરના બ્રીજ ઉપરથી પ્લાસ્ટિક સહિતના કચરાની સફાઇ કરી હતી. દપંતીએ અત્યાર સુધી પુલ ઉપરથી અંદાજે ત્રણ કોથળા ભરીને કચરાનો નિકાલ કર્યો છે.  ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે નગરના સેક્ટર-7માં રહેતા એક દપંતીએ ગાંધીનગર ચિલોડા રોડ ઉપર આવેલી સાબરમતી નદી ઉપરના પુલ ઉપર જમા થયેલું પ્લાસ્ટિક સહિતના કચરાનો નિકાલ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. 

દપંતી જ્યારે દસમે તેમના સદ્દગત બાની શ્રાદ્ધવિધિ કરવા ગયા ત્યારે પુલ ઉપર પડેલા પ્લાસ્ટિક સહિતના કચરાને જોઇને તેની સફાઇનો સંકલ્પ લીધો હતો. જેના ભાગરૂપે દપંતી દ્વારા દરરોજ બે થી ત્રણ કલાક પુલ ઉપર જઇને પ્લાસ્ટિક સહિતના કચરાનો નિકાલ કરી રહ્યું છે. જેમાં રવિવારે દપંતીએ પુલ ઉપરથી ત્રણ કોથળા ભરીને પ્લાસ્ટિક સહિતના કચરાને એકત્રિત કરીને કચરાપેટીમાં નિકાલ કર્યો હતો.

સાબરમતી નદીમાં વિવિધ ધાર્મિકવિધીની વસ્તુઓને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને લોકો લાવે છે. પ્લાસ્ટિકની બેગમાંથી ધાર્મિકવિધી કર્યા બાદની ફુલ, ચુંદડી, પુજાપો સહિતની વસ્તુઓ નદીમાં પધરાવ્યા બાદ પ્લાસ્ટિકની બેગને પુલ ઉપર નાંખીને જતા રહે છે. ત્યારે પુલ ઉપર ખડકાયેલી ગંદકીને દુર કરવાનો દપંતીએ સંકલ્પ કરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં અદકેરો સહયોગ આપી રહ્યું છે.આ રીતે શહેરના આ દંપતીએ અનોખી પહેલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો