તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન દલાલને ફોન પર મોતની ધમકી મળતા ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

ગાંધીનગરઃ અમદાવાદના જમીન દલાલને ફોન પર મોતની ધમકી મળતા આ અંગે સે-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જીવનું જોખમ હોવાની રજૂઆત કરવા માટે જમીન દલાલ ગાંધીનગર પોલીસ ભવન ખાતે આવ્યા ત્યારે ધમકી ભર્યો ફોન આવ્યો હતો. સરદારનગરમાં રહેતાં અજય હિરાન્દ રાધાણી (36 વર્ષ)એ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 16 માર્ચે રાત્રે 1 વાગ્યે સરદારનગર ખાતે આવેલ રાજુ ગેન્ડી ગેંગના માણસોએ ફરિયાદીના ઘર પર હુમલો કર્યો હતો. 

ફરિયાદ પાછી નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપી
જે બાબતે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ ખૂબ જ માથાભારે હોવાથી જીવના જોખમને લઈને ફરિયાદી ગાંધીનગર પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. આ સમયે ફરિયાદીને ફોન આવ્યો હતો અને સામાવાળાએ પોતે રાજુ ગેન્ડી ગેંગમાંથી વિજુ બોડી બોલું છું કહ્યું હતું. જેણે પોલીસ ફરિયાદ પાછી નહીં ખેંચે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાળાગાળીને ફોન કટ કરી દીધો હતો. આ મુદ્દે સે-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વિજય ઉર્ફે વિજુ બોડી રાજકુમાર ઉત્તમચંદાણી (મારુતિ એપાર્ટમેન્ટ, નરોડા) સામે ધમકી આપવા બાબતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...