તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિના પહેલાં જ એક ગોડાઉનમાંથી બીજામાં પુસ્તકો ટ્રાન્સફર કરાયાં હતાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી પુસ્તકો ગૂમ થતા ફરિયાદ

ગાંધીનગર: ગાંધીનગરમાં સેક્ટર-25 જીઆઈડીસીમાં આવેલા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી ચોરીની ઘટના બની છે. ગોડાઉનમાંથી ધોરણ- 11 અને 12 સાયન્સના 42,27,620ના 41,609 પુસ્તકો ગૂમ થઈ ગયા છે. જે પુસ્તકોની ચોરી અંગે મંડળના વહીવટી અધિકારી ચંદુભાઈ ગામેતીએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 8 નવેમ્બરની રાત્રે 2 વાગ્યે સિક્યુરિટી ગાર્ડે ચેક કર્યું ત્યારે શટર બંધ હતું અને સવારે સાડાપાંચ વાગ્યે ફરી ચેક કર્યું ત્યારે ગોડાઉન નંબર-14 અને 15માં એક તરફનું લોક મારેલું હતું અને બીજી તરફ શટર અડધા ફૂટ જેટલું ઉચું હતું. તથા કમાઉન્ડ પાસે કેટલાક પુસ્તકો પડેલા હતા. મળેલી માહિતી પ્રમાણે ચોરીની ઘટનાના મહિના પહેલાં જ આ પુસ્તકો ગોડાઉન નંબર-12 અને 13માંથી 14 અને 15માં લવાયા હતા. તે સમયે કોન્ટ્રાક્ટના માણસો દ્વારા બે દિવસ કામગીરી ચાલી હતી. 

15 ગોડાઉનની ફરતે 7 ફૂટની દિવાલ છે 
જીઆઈડીજીમાં સાવ છેવાડે રોડથી અંદર ગોડાઉન આવેલું છે. જ્યાં બહુ અવરજવર રહેતી નથી. અહીં આવેલા 15 જેટલા ગોડાઉનની ફરતે 7 ફૂટ ઊંચી દિવાલ છે, જેમાં આવવા-જવા માટે એક જ ગેટ છે. ગોડાઉનની સુરક્ષા માટે 24 કલાકમાં 3 શિફ્ટમાં કુલ 6 સિક્યુરિટી ગાર્ડ હોય છે.એટલે કે એક સમયે આખા ગોડાઉનની સુરક્ષા માટે બે સિક્યુરિટી ગાર્ડ હોય છે. 

પાઠ્યુપુસ્તક મંડળ વિભાગમાં ચાલતી ચર્ચાઓ
આ ઘટના 3 કલાકમાં શક્ય નથી, અંદરના કોઈ વ્યક્તિ દ્વારા પુસ્તકો સગેવગે કરાયા હોઇ શકે અથવા ગોડાઉનમાં કામ કરતાં અને આવતા લોકો દ્વારા પોતાના મળતિયાને આપ્યા હોઇ શકે. દિવાળી ટાણે એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં પુસ્તકોની ફેરબદલી વખતે કોઈએ આ કારીગરી કરી હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે.