તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયસણ પેટ્રોલપંપ પાસે કારચાલકે ચાર રાહદારીને ઉડાવ્યા, 1નું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતીકાત્મક - Divya Bhaskar
તસવીર પ્રતીકાત્મક
  • અકસ્માતમાં ઘાયલ ચારેયને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા

ગાંધીનગર: નરોડા નૂતન સ્કૂલની બાજુમાં અંજના પાર્ક સોસાયટીમાં બી/12 ખાતે રહેતાં કુસુમબહેન ચાવડાએ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ પિતા રજુસિંહ બિહોલા, માતા સજનબેન તથા અન્ય એક સગા ભગવતીબેન વાઘેલા સાથે ગાંધીનગરના લિંબોદ્રા પગપાળા જતા હતા. 

અજાણ્યા કાર ચાલકે ચારેય જણાને અડફેટે લીધા
માતાજીના દર્શન માટે સાંજે સાતેક વાગ્યે નીકળેલા ચારેય લોકો રાત્રીના અગિયાર વાગ્યે રાયસણ પેટ્રોલપંપ પાસે પહોંચ્યા હતા. તેઓ રોડ ક્રોસ કરતાં હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ચારેય જણાને અડફેટે લેતા સજનબહેન, ભગવતીબહેન તથા રજુસિંહને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે ફરિયાદીને બેઠો માર વાગ્યો હતો. અકસ્માતમાં ઘાયલ ચારેયને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. રજુસિંહને ત્યાંથી અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કરાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો