ગાંધીનગર / મૃતકોના પરિવારને નોકરી નહીં મળે તો ભાજપ છોડીશ: ચિરાગ પટેલ

Divyabhaskar.com | Updated - Mar 16, 2019, 03:00 AM
Will not leave the BJP if the family of the deceased gets a job: Chirag Patel

  • આંદોલનમાં મૃત્યુ પામનાર પરિવાર માટે માગણી
  • પાટીદાર યુવકોએ ઝાયડસ પાસે ધરણાં કર્યાં

ગાંધીનગર: પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામનારના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની માગણી પાટીદાર આંદોલન કરનાર પાસના નેતાઓએ કરી હતી. પાટીદાર આંદોલન વખતે વિધાનસભા વર્ષ 2017ની ચૂંટણી પહેલા પાસ છોડીને ભાજપમાં આવનાર ચિરાગ પટેલ સહિતના પછી ભાજપમાં આવનાર ચિરાગ પટેલ, વરુણ પટેલ સહિતના અન્ય પાટીદાર યુવાનોએ શુક્રવારે ઝાયડસ હોસ્પિટલ થલતેજ ખાતે એક કલાક ધરણાં કર્યા હતા.

આ ધરણામાં મૃત્યુ પામનાર શ્વેતાંગના માતા આવ્યાં પણ તેમને ધરણાંની ખબર ન હોવાથી તેઓ ધરણામાં જોડાયાં ન હતાં. ધરણામાં ચિરાગ પટેલે એક મહિનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને નોકરી નહીં અપાઇ તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

X
Will not leave the BJP if the family of the deceased gets a job: Chirag Patel
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App