તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈબ્રન્ટમાં 115 દેશોમાંથી આવનારા મહેમાનો માટેના મેન્યૂમાં ખમણ, ઢોકળાં અને ઊંધિયાનો સમાવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્વાગતમાં છાશ, ભોજનમાં 60% ગુજરાતી ફૂડ
  • લેટે, કેફેશીનો, એક્સ્પ્રો જેવી કોફી, પાંચ પ્રકારની ચા અને તેમાં પણ ગ્રીન ટીમાં પાંચ પ્રકારની ચા પીરસાશે

દિનેશ જોષી, મૌલિક મહેતા,ગાંધીનગરઃ એક સર્વ સામાન્ય વાત છે કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત. આવી જ ઉક્તિને ચરિતાર્થ કરતું લંચ-ડિનર મેનૂ વિદેશી મહેમાનોને નવાજવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં બનાવવામાં આવ્યું છે. વિદેશી મહેમાનોને જે વાનગી પીરસાશે તેમાં તેમને વેલકમ ડ્રિંકસમાં ઠંડી છાસ, લીંબુ પાની પીરસાશે. એકંદરે વિદેશી મહેમાનોના ટેસ્ટને ધ્યાનમાં રાખીને તેમને ગુજરાતી ટેસ્ટ ઓછો પસંદ પડે તો પણ તેમને અન્ય પસંદગી મળી રહે તેટલા માટે ભોજનના મેનૂમાં 60 ટકા ગુજરાતી, 20 ટકા નોર્થ ઇન્ડિયન અને 20 ટકા કોન્ટિનેન્ટલ પસંદ કર્યું છે. 

મહેમાનો માટે સ્ટાર્ટરમાં ઢોકળા, ગુજરાતી સમોસા અ્ને પાત્રા જેવી વાનગી રહેશે. મકાઇનો રોટલો,બાજરાનો રોટલો, રીંગણનું શાક, સુરતી પોંક, રોટલી, ચપાટી પીરસાશે. પાસ્તા જેવી બેક્ડ વાનગી રહેશે. ઉપરાંત ગુજરાતી દાળ,ભાત, પાપડ તો હશે જ. વિદેશી મહેમાનો માટે થાઇ કરી એટલે કે થાઇ કઢી તેમજ ઓરિએન્ટલ વાનગીઓ પણ રહેશે.

શિયાળાની કડકડતી ઠંડીમાં ઠંડી ઉડાડવા માટે મહેમાનો માટે મસાલા ચા,કાદમ ચા,જાસ્મીન ચા, ચર્મન્માઇલ ચા અને ગ્રીન ટી રહેશે. ગ્રીન ટીમાં પણ પાંચ વેરાઇટી હશે, જેમાં હર્બલ ગ્રીન ટી, મિન્ટ ગ્રીન ટી, જાસ્મીન ગ્રીન ટી, આસામ ગ્રીન ટી અને સ્ટ્રોંગ હોય તેવી કોઇ એક ઇંગ્લિશ ટી મહેમાનો માટે પીરસાશે. ઉપરાંત જે ચા અને કોફીના ટેસ્ટ સાથે યોગ્ય લાગે તેવી કૂકીઝ પણ મૂકવામાં આવશે.

મહેમાનોને ચા,કોફી અને કૂકીઝ માટે વધારે શોધખોળ કરવી ન પડે તેટલા માટે પૂરી સંખ્યામાં ચા-કોફીના કાઉન્ટર પણ મૂકવામાં આવ્યા છે ચા-કોફી અને કૂકીઝના 25 કાઉન્ટર રાખવામાં આવ્યા છે. જે સવારથી લઇને જિયાં સુધી વિવિધ સેમિનાર અને ઇવેન્ટ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે.

વાઈબ્રન્ટ ગુજરાતમાં આવતા વિદેશી, એનઆરઆઇ, એનઆરજી, દેશના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગકારોને જમવા માટે ગુજરાતની વિવિધ વાનગીઓને પસંદ કરી છે. આ પસંદગી માટે છેલ્લા દોઢ મહિનાથી ટીમ મહેનત કરતી હતી. પિરસવામાં કેવી ડિશ રાFખવી, ચમચી કેવી રાખવી, પાણી કયાં અને કેવું રાખવું, કેવા પ્રકારનો ટેસ્ટ આપવો સહિતની નાની બાબતોની ચકાસણી કરવામાં આવી છે. હજુ પણ મેનૂને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે, બે દિવસમાં તમામ પ્રકારના મેનૂ ફાઈનલ થઇ જશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.