લોકસભાની તૈયારી / ગાંધીનગરથી શાહને ચૂંટણી લડાવવા ભાજપના નેતાઓનો વ્યૂહ

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 08:24 AM
અમિત શાહની ફાઈલ તસવીર
અમિત શાહની ફાઈલ તસવીર
X
અમિત શાહની ફાઈલ તસવીરઅમિત શાહની ફાઈલ તસવીર

  • મોદી ગુજરાતમાંથી નહીં લડે તો માહોલ બનાવવા વિચારણા
  • ભાજપે 26 બેઠક પર ઉમેદવારો માટે સેન્સ લેવાનું શરૂ કર્યું
  • એસટીની 7 બેઠક પર કોંગ્રેસ બીટીપીના જોડાણ પર પ્રશ્નાર્થ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી ન લડે તો રાજ્યની તમામ 26 બેઠકો પર માહોલ બનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડાવવાના વ્યૂહ પર ભાજપની નેતાગીરીએ વિચારણા હાથ ધરી છે. અમિત શાહ હાલ રાજ્યસભાના સાંસદ છે. આગામી લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતા તરીકે 26 બેઠકમાં માહોલ ઊભો કરવા અને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડાવવા પાર્ટીમાં વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગાંધીનગર બેઠક ભાજપના રાષ્ટ્રીય નેતાઓની પરંપરાગત બેઠક રહી છે
1.

બીજી તરફ અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલના સ્થાને અન્ય ફિલ્મ એક્ટર મનોજ જોશી, દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલ, અસિત વોરા, ભૂષણ ભટ્ટના નામો ચર્ચાઇ રહ્યા છે. ગાંધીનગર બેઠક ભાજપના રાષ્ટ્રીય નેતાઓની પરંપરાગત બેઠક રહી છે. 1989માં શંકરસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે પ્રથમવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

ત્યારબાદ 1991માં અડવાણી, 1996માં હતા. આ વખતે અડવાણીના સ્થાને પણ કોઇ રાષ્ટ્રીય નેતાને આ બેઠક પરથી ટિકિટ અપાશે તેવું માનીને ભાજપના કોઇ સ્થાનિક નેતા અહીં પોતાની દાવેદારીનું વિચારી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે 2014માં વડોદરાથી મોદીની ઉમેદવારીને કારણે ગુજરાતમાં માહોલ બન્યો હતો.

કોંગ્રેસમાં જોડાતાં CM, DCMને ચિંતા: હાર્દિક
2.પાસના મુખ્ય કન્વિનર હાર્દિક પટેલે ગુરુવારે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ લીધું હતું. આ પછી તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસમાં જોડાયો એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અ્ને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ચિંતા થાય છે. 
કોંગ્રેસના ધોરાજિયા ફરી ભાજપમાં જોડાયા
3.ટીકીટ ન મળતા ભાજપ છોડનાર પુર્વ ધારાસભ્ય હનુ ધોરાજીયા ફરીવખત ભાજપમાં જોડાયા છે. અગાઉ વર્ષ 2017ની ચૂંટણી પહેલાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા.
લોકસભા સાથે વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી યોજાશે
4.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકની સાથે વિધાનસભાની ખાલી પડેલી બે બેઠક ઉંઝા અને તાલાલાની પેટા ચૂંટણીની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10મીએ જ કરવામાં આવી હતી હવે વિધાનસભાની વધુ બે ખાલી બેઠક ધ્રાંગધ્રા અને માણાવદર તેમજ જામનગર ગ્રામ્યની પણ પેટાચૂંટણી લોકસભાની સાથે યોજવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.

 કોંગ્રેસના 4 ધારાસભ્યોએ એક પછી એક રાજીનામા આપ્યા હતા. આ પછી ચારેય ધારાસભ્યો ભાજપમાં જોડાતા 4 બેઠકો ખાલી હતી હતી. આ સાથે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ ગેરલાયક ઠર્યા હતા. આથી આ બેઠક સહિત કુલ 5 વિધાનસભા બેઠકો ખાલી પડી છે. જે પૈકી તમામ પાંચેય બેઠકોની ચૂંટણી માટેની જાહેરાત થઇ છે.

આ બેઠકો માટે પણ 23મી એપ્રિલે મતદાન થશે. 28મી માર્ચથી 4 એપ્રિલ દરમિયાન ઉમેદવારીપત્રો ભરી શકાશે. આ ચૂંટણીની મતગણતરી પણ લોકસભા ચૂંટણીની સાથે 23મી મેના રોજ થશે. 

પ્રિયંકા-રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે
5.

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આઠ જેટલી જાહેર સભા કરવાની કોંગ્રેસે તૈયારી કરી છે. જો કે, પ્રિયંકા ગાંધીને ફરી ગુજરાત બોલાવવા માટેના પ્રયાસ કોંગ્રેસે હાથ ધર્યા છે.

આ સિવાય ગુજરાતની 182 વિધાનસભાની બેઠકોને લક્ષ્યમાં રાખીને બે વિધાનસભાદિઠ એક સભા થાય તો વધુમાં વધુ 100 જેટલી જાહેરસભા કરવાનું આયોજન પણ કોંગ્રેસે કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાનમાં કોંગ્રેસ અને બીટીપી વચ્ચે એસટીની 7 બેઠકો પર જોડાણ અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App