તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવી રહેલા વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતે લઇ જવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઇબ્રન્ટમાં વિશ્વની પ્રથમ ઊડતી કાર રજૂ થશે - Divya Bhaskar
વાઇબ્રન્ટમાં વિશ્વની પ્રથમ ઊડતી કાર રજૂ થશે
  • વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત માટે ખાસ આમંત્રણ 
  • મહેમાનોની અનુકુળતા મુજબ વ્યવસ્થા
ગાંધીનગર: વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવી રહેલા વિદેશી મહેમાનોને કેવડીયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે લઇ જવાની તૈયારી પણ સરકારે કરી છે. વિદેશી મહેમાનો તેમની અનુકુળતા મુજબનો સમય નક્કી કરશે તે પ્રમાણે તેમને સ્ટેચ્યુની મુલાકાતે લઇ જવામાં આવશે. રાષ્ટ્ર પ્રમુખોને લઈ જવા માટે હેલિકોપ્ટરની સુવિધા પૂરી પડાશે.

વાઇબ્રન્ટ સમિટ દરમ્યાન નેધરલેન્ડ્સની કંપની પાલ-V વિશ્વની પ્રથમ ઊડતી કાર રજૂ કરશે. આ કાર રસ્તા પર ડ્રાઇવ કરતી વખતે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે તથા આકાશમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. નેધરલેન્ડ્સના નાણા મંત્રી મેનો સ્નેલના વડપણ હેઠળના ડેલિગેશનમાં  પાલ-Vના પ્રતિનિધિઓ સામેલ રહેશે.