લોકસભા ચૂંટણી / કોંગ્રેસના પક્ષપલટુ ધારાસભ્યો ભાજપ તરફથી પેટાચૂંટણી લડશે

Divyabhaskar.com | Updated - Mar 16, 2019, 03:20 AM
આશા પટેલ અને જવાહર ચાવડાની ફાઈલ તસવીર
આશા પટેલ અને જવાહર ચાવડાની ફાઈલ તસવીર

  • ધ્રાંગધ્રા બેઠક પર પૂર્વ ધારાસભ્ય આઇ.કે.જાડેજાને અજમાવાય તેવી શક્યતા 
  • તાલાલના ભગા બારડને કોર્ટની સજાને પગલે ગેરલાયક ઠેરવતા સીટ ખાલી

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ચારેય પૂર્વ ધારાસભ્યો એ જ બેઠક પરથી હવે ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડશે. જોકે, ધ્રાંગધ્રા બેઠકમાં કોંગ્રેસમાંથી આવેલા સાબરિયાને બદલે આઇ.કે.જાડેજાને અજમાવાય તેવી શક્યતા છે. ધારાસભ્યોના રાજીનામાને કારણે 4 બેઠક ખાલી પડી છે જ્યારે તાલાલા બેઠક ભગા બારડને કોર્ટની સજાના પગલે ગેરલાયક ઠેરવાતા ખાલી પડી છે.

આ પાંચેય વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે જ 23મી એપ્રિલે યોજાનાર છે. આ બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારની શોધમાં છે જ્યારે ભાજપ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આવેલા પૂર્વ ધારાસભ્યોને તેમની બેઠક ઉપર જ કમળના ચિહ્ન સાથે લડાવશે. જે મુજબ ઉંઝા બેઠક પર આશા પટેલ, માણાવદરમાં જવાહર ચાવડા, જામનગર ગ્રામ્યમાં વલ્લભ ધોરાજીયાને ટિકીટ આપવાનું ભાજપમાં લગભગ નિશ્ચિત મનાય છે.

X
આશા પટેલ અને જવાહર ચાવડાની ફાઈલ તસવીરઆશા પટેલ અને જવાહર ચાવડાની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App