લોકસભા 2019 / આનંદીબહેન અને વજુભાઇ વાળા ગુજરાતની મુલાકાતે

Divyabhaskar.com | Updated - Mar 16, 2019, 02:56 AM
આનંદીબહેન અને વજુભાઇ વાળાની ફાઈલ તસવીર
આનંદીબહેન અને વજુભાઇ વાળાની ફાઈલ તસવીર

  • બંને પૂર્વ નેતાના આગમનથી સમર્થકો ઉત્સાહમાં  
  • ભાજપમાં ઉમેદવાર પસંદગીની કવાયત વચ્ચે

ગાંધીનગર: ભાજપમાં જૂથબંધી ભલે ખુલીને બહાર ન આવે પરંતુ ટિકીટની ફાળવણી દરમિયાન તે સ્પષ્ટ નજરે ચઢે છે. લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે પ્રદેશ ભાજપના પૂર્વ નેતાઓ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ તેમજ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેના કારણે તેમના સમર્થકોનો ઉત્સાહ વધી ગયો છે. ભાજપ દ્વારા તમામ 26 બેઠકો પર નિરિક્ષકો મોકલીને ઉમેદવાર અંગે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.

એ જ વખતે આ બંને પૂર્વ નેતાઓ ગુજરાતની મુલાકાતે છે. બંને હવે પાર્ટી સાથે સંકળાયેલા નથી પરંતુ તેમના જે તે વખતના સમર્થકોનો મોટો વર્ગ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આનંદીબહેન જૂથના નેતા અથવા તેમના પરિવારના સભ્યને અમદાવાદ પૂર્વ અથવા ગાંધીનગર બેઠક માટે ટિકીટ મળે તેવી તેમના સમર્થકોએ લાગણી વ્યક્ત કરી છે. અન્ય બેઠકોમાં પણ તેમના સમર્થકોની દાવેદારી અંગેની લાગણી કેન્દ્રિય નેતાઓ સમક્ષ પહોંચાડી શકાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે. આમ તો બંને રાજ્યપાલ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હોવાનું જણાવાય છે.

X
આનંદીબહેન અને વજુભાઇ વાળાની ફાઈલ તસવીરઆનંદીબહેન અને વજુભાઇ વાળાની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App