તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ષ 2011 અને 2013ની વાઇબ્રન્ટ સમિટમાં MoU થયેલા 160 પ્રોજેક્ટ પડતા મુકાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સરકારે સ્વીકાર્યું, 2015ની સમિટના 14 હજાર કરોડના પ્રોજેક્ટ રદ

ગાંધીનગર: રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટની ઝાકમઝોળ વચ્ચે લાખો કરોડના એમઓયુની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ તેમાંથી ખરેખર કેટલા પ્રોજેક્ટ સાકાર થયા તેનો ચોક્કસ આંકડો રાજ્ય સરકાર જાહેર કરતી નથી ત્યારે વર્ષ 2011માં થયેલા એમઓયુ પૈકી 2.57 લાખ કરોડ જેટલી જંગી રકમના 93 પ્રોજેક્ટ પડતા મૂકવામાં આવ્યા હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે.

વિધાનસભામાં સરકારે રજૂ કરેલી માહિતી પ્રમાણે વર્ષ 2013માં વાઇબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ પૈકી 67 પ્રોજેક્ટ ડ્રોપ થયા છે. આ પ્રોજેક્ટનું સૂચિત મૂડીરોકાણ સરકારે જાહેર કર્યું નથી. વર્ષ 2015માંની સમિટમાં થયેલા કુલ એમઓયુ પૈકી 14,707 કરોડનું સૂચિત મૂડીરોકાણ ધરાવતા 16 પ્રોજેક્ટ રદ થયા હતા.સિવિલ એવિએશન ક્ષેત્રે વર્ષ 2015માં 5,426 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 10 એમઓયુ થયા હતા, જે તમામ ડ્રોપ થયા હતા, જ્યારે વર્ષ 2017માં આ ક્ષેત્રે 12 એમઓયુ થયા હતા, જેમાંથી 10 રદ થયા હતા.

વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ દેશોને જોડાવવા માટેનું આમંત્રણ પાઠવવા અને ત્યાંના રોકાણકારોને આકર્ષવા માટે રોડ-શો, પ્રચાર કરવા આઈએએસ અધિકારીઓના ડેલિગેશન વિદેશ મોકલવામાં આવે છે. વર્ષ 2013, 2015 અને 2017ની સમિટ માટે અધિકારીઓના વિદેશ પ્રવાસ પાછળ 18.48 કરોડનો ખર્ચ થયો હોવાનું સરકારે જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો