તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેસબુક પર શેર કરાયેલી મૌલિકની તસવીર - Divya Bhaskar
ફેસબુક પર શેર કરાયેલી મૌલિકની તસવીર
ગાંધીનગર: લોકરક્ષક દળ પેપર ફોડવાના ગુનામાં ગાંધીનગર પોલીસે ત્રીજા મહિને વધુ એક આરોપીની અટકાયત કરી છે. ધનસુરા તાલુકાના વડાગામનો મૌલિક પટેલને ગાંધીનગર પોલીસે પકડી પાડ્યો છે. તે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો છે. પોલીસ તેની વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમે (2 જાન્યુઆરીએ) 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત પોલીસને દહીયા ગેંગના ત્રણેય સભ્યોને પકડવામાં એક મહિના બાદ સફળતા મળી હતી.  ત્રણેય આરોપીઓને પ્રિન્ટિંગ પ્રેસમાં હરિયાણા પોલીસ સેવાનું પેપર લેવા ગયાને ભુલથી ગુજરાત લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર હાથે લાગ્યું હતું.

પેપરલીક કૌભાંડનું કાવતરું અમદાવાદની વાઈસ પ્રેસિડન્ટ હોટલમાં ઘડાયું હતું. અહીં ગુજરાત અને દિલ્હીની ગેંગ વચ્ચે 28 ડિસેમ્બરે મિટિંગ મળી હતી. હોટલનો રૂમ નિલેશ ચૌહાણના નામે બુક કરવામાં આવ્યો હતો. 

મંગળવારે (4 ડિસેમ્બર) પોલીસે યશપાલસિંહ સોલંકીને મુખ્ય સૂત્રધાર બતાવ્યો ગુરુવારે કહ્યું (6 ડિસેમ્બર), સમગ્ર કૌભાંડની કિંગ પીન નિલેશ ચૌહાણ છે શુક્રવારે (7 ડિસેમ્બર) ગુલાંટ મારી ઈન્દ્રવદન પરમારને મુખ્ય આરોપી બતાવ્યો સોમવારે (17 ડિસેમ્બર) અશ્વિન, સુરેશ પંડ્યાને મુખ્ય કાવતરાખોર ગણ્યા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો