ગાંધીનગર / માધવગઢમાં 220 કરોડના ખર્ચે 9 મીટર ઊંચો બેરેજ બનશે, 50થી વધુ ગામોને થશે મોટો ફાયદો

9 meter high barrage to be constructed in Madhavgarh at a cost of 220 crores, more than 50 villages will get huge benefits

  • વર્ષોથી માધવગઢ પાસે બેરેજ બનાવવાની માંગણીઓ કરવામાં આવી રહી હતી

Divyabhaskar.com

Aug 13, 2019, 03:13 PM IST

ગાંધીનગર: શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી પર આવનાર દિવસોમાં ચેકડેમ બનાવવાની મંજૂરી મળી ગઇ છે. 220 કરોડના ખર્ચે બનનારા ચેકડેમની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ બેરેજ બનવાથી ત્યાં રહેતા સ્થાનિકોને મોટી રાહત મળશે. ઉપરાંત અહીં જોવા મળતી પાણીની સમસ્યાનો પણ નિકાલ આવી જશે. માધવગઢ જોડે બનતા આ બેરેજની ઉંચાઇ નવ મીટરની છે.

ઘણા વર્ષોથી માધવગઢ પાસે બેરેજ બનાવવાની માંગણીઓ કરવામાં આવી રહી હતી. જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. અંતે માધવગઢના સામેની બાજુએ અમરાપુર વચ્ચે બેરેજ બનાવવાની મંજૂરી મળી ગઇ છે. આ બેરેજ બન્યાં બાદ ઉનાળા અને શિયાળામાં પણ સાબરમતી નદી બે કાંઠે જોવા મળશે. એવુ અનુમાન લગાવવામાં આવે છેકે, આ બેરેજ બનવાથી ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણાના 50થી વધુ ગામોને મોટો ફાયદો થશે. સાથે જ બેરેજ નવ મીટર ઉંચો હોવાથી મીઠાપાણીનો ખુબ મોટો જથ્થો ઉપલબ્ધ બનશે. ગાંધીનગરના માધગઢ પાસે બેરેજ બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકાર પાસે આવી હતી. જેને ધ્યાનમાં લેતા 2019-20ના નાણાકિય વર્ષમાં 2.5 કરોડની જોગવાઇ કરી છે.

X
9 meter high barrage to be constructed in Madhavgarh at a cost of 220 crores, more than 50 villages will get huge benefits
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી