તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન ચિટિંગની વધુ 4 ફરિયાદ નોંધાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સે-5ના યુવકના 19 હજાર, સુઘડની યુવતીના 22 હજાર, કલોલના રહીશના 28 હજાર , દહેગામની મહિલાના 6 હજાર ગયા

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના નાગરિકોને ટાર્ગેટ કરી ઓનલાઈન ચિટિંગ કરતી હોય તેમ પોલીસ ચોપડે ઓનલાઈન છેતરપિંડીની વધુ ચાર ફરિયાદ નોંધાઈ છે. જેમાં સે-5ના યુવકે 19 હજાર, સુઘડની યુવતીએ 22 હજાર, કલોલના રહીશે 28 હજાર અને દહેગામની મહિલાએ 6 હજાર ગૂમાવ્યા છે. જોકે આ અંગે મળેલી માહિતી પ્રમાણે પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયમાં આવેલી અરજીઓના આધારે આ ફરિયાદો નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસમાં ચિટિંગની આવી 3 ઘટના બની છે.સાઈબર એક્સપર્ટના મતે ઓનલાઈન છેતરપિંડીમાં નવી મોડસ ઓપરેન્ડી જેમાં આપેલી લીંક પરથી એપ ડાઉનલોડ કરતાં જ તમારા મોબાઈલની સ્ક્રીન સામેવાળાને દેખાવા લાગે છે. આધુનિક જમાનામાં ઈન્ટરનેટના માધ્યમથી માંગો તે સુવિધા, વસ્તુ અને પૈસા પણ ઘરે બેઠા ચૂકવી કે ટ્રાન્સફર કરી શકાય છે.
ગૂગલ પેનો QR કોડ લઈ રિકવેસ્ટ મોકલી 22 હજાર ઉઠાવી લીધા હતા
સુઘડ ખાતે સત્યમેવ છાવણી રહેતા પલ્લવીબેન બિસેને અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સપ્ટેમ્બરમાં OLX પર બે બેડ વેચવા એડ મુકી હતી. જેમાં રાજકુમારનો ફોન આવ્યો હતો કે તે આર્મીમાં હોવાથી સમય મળતો ન હોવાથી ઓનલાઈન પેમેન્ટ કરવા કહ્યું હતું. જેથી મહિલાએ ગૂગલ પેનો QR કોડ મોકલતા તેણે રિક્વેસ્ટ મોકલી હતી ક્લીક કરતાં 2 હજાર આવી ગયાનું કહ્યું હતું. તેણે ફરી રિક્વેસ્ટ મોકલીને કહ્યું  કે મેડમ ભૂલથી 20 હજાર આવી ગયા છે તેમણે રિક્વેસ્ટ પર ક્લીક કરતાં ખાતામાંથી 22 હજાર ઉપડી ગયા હતા. 

એરએશિયા કંપનીમાં જોબ આપવાનું કહીં યુવક પાસે 19517  ભરાવડાવ્ય
સેક્ટર-5 ખાતે રહેતા યુવક કેવીન વરગીસ ચિટીલા પિલ્લીએ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ 23 ડિસેમ્બરે તેના ફોન પર એરએશિયા કંપનીમાંથી જોબ માટે સિલેક્ટ થયાનો ટેક્સ મેસેજ આવ્યો હતો. યુવકે ફોન કરતાં ઓનલાઈન ફોર્મ ભરાવ્યા બાદ ઈન્ટરવ્યુ પછી પૈસા પરત આપી દેવાની વાત કરીને ગેરંટી માટે 8560 રૂપિયા ભરાવ્યા હતા જે બાદ જીએસટી સાથે બીજા 10975 ભરાવ્યા હતા. યુવકે કુલ 19517 રૂપિયા ભરી દીધા બાદ સામેવાળાએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું.આ અંગે પોલીસમા ફરિયાદ થતા હાલ તપાસ ચાલે છે.

ડબલ કેશબેક આપવાનું કહીં  દહેગામની મહિલા પાસે 6 હજાર પડાવ્ય
દહેગામના આનંદ રેસિડેન્સીમાં રહેતા અને અમદાવાદની એક વીમા કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા સેજલબહેન પટેલને મોબાઈલ પર 20 ઓક્ટોબરે ફોન આવ્યો હતો. જેમાં તેણે દિવાળીની ડબલ કેશબેક ઓફરની લાલચ આપી લીંક આપી હતી. જે લીંક ઓપન કરતાં જ તેમના ખાતામાંથી 4 હજાર અને બાદ 2 હજાર એમ 6 હજાર ઉપડી ગયા હતા. બનાવ બાદ એપ જોતા તે રોઝોર પે એપ હતી. સેજલબહેને ઓનલાઇન અરજી બાદ દહેગામ પોલીસમાં સામેથી આ‌વેલા ફોન નંબરના આધારે ફરિયાદ કરી છે. જેના આધારે આ અંગે આગળની તપાસ ચાલે છે.

એમઝોન પર રદ ઓર્ડરના પૈસા આપવાનું કહીં 29 હજાર રૂપિયા ઉપાડી લીધા
કલોલના સુનિલકુમાર પ્રજાપતિએ 24 નવેમ્બર 2018ના રોજ ભત્રીજાના ફોનમાંથી એમઝોન પર પ્રિન્ટરની ટોનરનો ઓર્ડર કર્યો હતો. તેમણે ઓનલાઈન 12,750 ચૂકવ્યા હતા પરંતુ ટોનર આઉટઓફ સ્ટોક બતાવતા પૈસા બેંકમાં પરત આવી ગયા હતા જોકે તેમના પર ફોન આવ્યો હતો કે તમારા પૈસા પરત મેળવવા મોકલેલી લીંક ખોલીને પૈસા મેળવી લો. લીંક ખોલતા જ તેમના ફોન પે એપમાથી13 વખત 28,995 ઉપડી ગયા હતા. ફોન પર સંપર્ક કરવા છતાં પૈસા પરત ન મળતા તેમણે કલોલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો