ગાંધીનગર / કુડાસણમાં પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર જમીન ઘસી, એન્જિનિયર સહિત 4નાં દટાઈ જવાથી મોત

જમીન ઘસી પડતા ચાર મજૂરોએ જીવ ગુમાવ્યો
જમીન ઘસી પડતા ચાર મજૂરોએ જીવ ગુમાવ્યો
પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ
પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ
માટીમાં દટાયેલાને બહાર કાઢવા રેસ્ક્યૂ કરાયું
માટીમાં દટાયેલાને બહાર કાઢવા રેસ્ક્યૂ કરાયું
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મજૂરોને મૃત જાહેર કરાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મજૂરોને મૃત જાહેર કરાયા

  • સરવે સમયે 1 એન્જિનિયર સહિત 4 લોકો 50 ફૂટ ઉપરથી પડ્યા
  • મૃતકોમાં સાળા-બનેવીનો સમાવેશ, JCB મદદથી 15 મિનિટમાં મૃતદેહ બહાર કઢાયા

Divyabhaskar.com

Jan 23, 2020, 05:31 AM IST

ગાંધીનગર: ગાંધીનગરમાં કુડાસણ ગામમાં ‘ધ બિગેસ્ટ મોલ ઈન ગાંધીનગર’ના દાવા સાથે બની રહેલી પ્રમુખ આનંદ ઓરબીટ મૉલની સાઇટ પર બુધવારે ભેખડ ધસી પડતાં 1 એન્જિનિયર અને 3 સર્વેયર સહિત 4 લોકોનાં દટાઈ જવાથી મોત નિપજ્યાં હતાં. મૃતકોમાંથી 2 સાળો-બનેવી હતા. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં જવાબદારોને માત્ર નોટિસ આપીને સંતોષ મનાયો છે.
સાઇટ પર એન્જસી મારફતે કામ માટે આવેલા ચારેય લોકો ખોદકામ ચાલી રહ્યું હતું ત્યાં મેદાન પર ઊભા રહીને સરવેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ભેખડ સાથે જ અંદાજે 50 ફૂટ નીચે પડ્યા હતા, જેમાં 3 લોકોનાં દટાઇ જવાથી ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે એકને સિવિલ હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું પણ મોત થયું છે. સ્થળ પર કામ ચાલી રહ્યું હતું હોવાથી જેસીબી વડે ચારેયને 15 મિનિટમાં જ બહાર કાઢાયા હતા. ભીની માટીમાં ખોદકામ ચાલુ રખાતાં આ ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાને પગલે ગુડાના બે પ્લાનિંગ અધિકારીએ સ્થળની મુલાકાત લીધી હતી. જેના રિપોર્ટના આધારે લીગલ નોટિસ અપાશે.
કલાકો સુધી મૃતકોના નામ જ ન જણાવ્યા
આટલી ગંભીર ઘટનામાં પણ સ્થળ પર હાજર જવાબદારોએ ફાયરબ્રિગેડને કૉલ કર્યો નહોતો. તેઓએ જાતે જ જેસીબીથી માટી ખસેડીને દબાયેલા ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. બીજી તરફ સિવિલમાં કલાકો સુધી મૃતકોના નામ અંગે કોઈએ જલદી જવાબ ન આપતાં પોલીસ કાર્યવાહીમાં પણ મોડું થયું છે.
યુવતીએ પતિ-ભાઈ બંને સાથે ગુમાવ્યા
ઘટનાના મૃતકોમાં 2 લોકો દહેગામના જ્યારે 2 લોકો મહેમદાવાદના સરસવણી ગામના રહેવાસી છે. મૃતક વસંતજી અન્ય મૃતક રાજેશ ચૌહાણનો બનેવી થાય છે. એટલે કહીં શકાય કે યુવતીએ પતિ અને ભાઈ બંને એક સાથે ગુમાવ્યા છે.
4 મૃતકમાંથી 2 દહેગામના રહેવાસી

  • પાર્થ હરેશભાઈ પટેલ, 25 વર્ષ, દહેગામ, (એન્જિનિયર)
  • રાજેશ દોલતસિંહ ચૌહાણ, 25 વર્ષ, કમાલબંધવાસણા, દહેગામ
  • વસંતજી ભૂપતજી, 20 વર્ષ, સરસવણી, મહેમદાવાદ
  • પ્રવીણ પ્રભાતભાઈ સોઢા, 27 વર્ષ, સરસવણી, મહેમદાવાદ
X
જમીન ઘસી પડતા ચાર મજૂરોએ જીવ ગુમાવ્યોજમીન ઘસી પડતા ચાર મજૂરોએ જીવ ગુમાવ્યો
પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટપ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ
માટીમાં દટાયેલાને બહાર કાઢવા રેસ્ક્યૂ કરાયુંમાટીમાં દટાયેલાને બહાર કાઢવા રેસ્ક્યૂ કરાયું
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મજૂરોને મૃત જાહેર કરાયાગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મજૂરોને મૃત જાહેર કરાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી