તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર સિવિલની ઓપીડીમાં સારવાર લેતા શરદી-ખાંસીના 200 દર્દી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને સારવાર કરીને કેવી તકેદારી રાખવી તેની જાણકારી અપાય

ગાંધીનગર :કોરોના ફફડાટ વચ્ચે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજે 200 જેટલા શરદી-ખાંસીના દર્દીઓને સારવાર આપીને શું શું તકેદારી રાખવી તેની જાણકારી આપવામાં આવે છે. ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારોમાં નહી જવા તેમજ હાથ મિલાવવાને બદલે નમસ્તે કરવા જણાવવામાં આવે છે.
દેશમાં ધીમે ધીમે કોરોના વાઈરસના શંકાસ્પદ કેસોમાં થતા વધારાને પગલે તકેદારીના ભાગરૂપે અવરનેસ કામગીરી કરાય છે. છેલ્લા દસેક દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને પગલે અગાઉ વરસાદ અને હવે ઠંડી શરૂ થતાં ઘરે ઘરે શરદી-ખાંસી અને તાવ જેવી વાઈરલ બિમારી જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસથી કેવી રીતે બચી શકાય તેમજ તેના માટે શું શું કાળજી રાખવી સહિતની જાણકારી ડોર ટુ ડોર આપીને શરદી-ખાંસી કે તાવના દર્દીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલવામાં આવે છે. 

હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરાવામાં આવ્યો
ત્યારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજની હોસ્પિટલના તબીબોને તેની જાણકારી આપીને જરૂરી તમામ પ્રકારની કામગીરી કરી દેવામાં આવી છે.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરીને વેન્ટીલેટર, માસ્ક તેમજ દવાનો જથ્થા સહિતની વ્યવસ્થા કરી છે. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દરરોજના શરદી-ખાંસીના અંદાજે 200 દર્દીઓ આવી રહ્યા છે. શરદી-ખાંસીના દર્દીઓમાંથી અમુકમાં તાવની બિમારી જોવા મળતા તેમની સારવાર કરાય છે. ઉપરાંત આવા દર્દીઓને કોરોના વાઈરસથી બચવા માટે કેવી કા‌ળજી અને તકેદારી રાખવી તેની દર્દીઓને જાણકારી આપીને નિયમિત દવા લેવા જણાવવામાં આવે છે. 

વિદેશથી આવેલાઓની આરોગ્ય ચકાસણી કરાય છે : સિવિલ સુપરિન્ટેન્ડટ
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડટ ડો.નિયતીબેન લાખાણીએ જણાવ્યું છે કે દરરોજના અંદાજે 200 જેટલા દર્દીઓ આવે છે. જ્યારે કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ 12 દેશોમાંથી આવેલા લોકોમાં શરદી-ખાંસીની બિમારી જોવા મળે તો આઇશોલેસન વોર્ડમાં દાખલ કરીને જરૂરી લેબોરેટરી ટેસ્ટ કરાય છે. જો ટેસ્ટ નોર્મલ આવે તો રજા આપીને હોમ ક્વોરોન્ટાઇન રખાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો