ભાસ્કર વિશેષ / સરકારનો એકરાર, યુએસ, યુકે, સહિત 10 દેશોએ વાઇબ્રન્ટ ગુજરાત સમીટ 2019નું આમંત્રણ ફગાવ્યું

10 countries Overturned Vibrant invitation

  • મિત્ર રાષ્ટ્રોએ પણ વાઇબ્રન્ટમાં ભાગીદારી કરવાનું ટાળ્યું 

Divyabhaskar.com

Jul 12, 2019, 03:27 AM IST

ગાંધીનગર: ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમીટ 2019માં ભાગીદારી કરવા માટે કુલ 25 દેશોને દરખાસ્ત મોકલી હતી. તેમાંથી ભારતના મિત્ર રાષ્ટ્ર ગણાતાં યુએસ, યુકે, રશિયા, સિંગાપોર, ઓમાન સહિતના દસ દેશોએ આ દરખાસ્ત ફગાવી દીધી હતી. ગુજરાત સરકારે આ હકીકતનો સ્વીકાર વિધાનસભાના સત્ર દરમિયાન કર્યો હતો.

અમદાવાદના શાહપુર દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દિયોદરના ધારાસભ્ય શિવાભાઇ ભૂરીયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી હતી કે આ ઇવેન્ટ માટે રાજ્ય સરકારે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, રશિયા, ઓમાન, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જાપાન, જર્મની સહિતના કુલ 25 દેશોને ભાગીદાર દેશ એટલેકે પાર્ટનર કંટ્રી તરીકે જોડાવા આમંત્રણ આપ્યું હતું. તેમાંથી પંદર દેશોએ સ્વીકાર કર્યો જ્યારે દસ દેશોએ તેનો અસ્વીકાર કર્યો હતો. આ દરખાસ્તનો અસ્વીકાર કરનારા દેશોમાં યુએસએ, યુકે, સિંગાપોર, મલેશિયા, ઓમાન, રશિયા, સ્વીડન, ઇથોપિયા, બ્રાઝિલ અને જર્મનીનો સમાવેશ થાય છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરોક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા,થાઇલેન્ડ, નેધરલેન્ડ, યુએઇ અને ઉઝબેકિસ્તાને આ આમંત્રણ સ્વીકારીને પાર્ટનર કંટ્રી તરીકે જોડાવાનું પસંદ કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યોએ વાઇબ્રન્ટ સમિટ 2019માં થયેલાં એમઓયુ અને ખર્ચની વિગતો જાણવા પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે સરકારે આ સમિટમાં સૂચિત મૂડીરોકાણને ધ્યાને ધ્યાને લીધાં નથી અને ઇવેન્ટ પાછળ કુલ 77 કરોડ નેવુ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

ધોલેરા એરપોર્ટ-બે વર્ષમાં 1.81 કરોડ ખર્ચ
ધોલેરાના રોડ,રસ્તા સાથે ધોલેરાને ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ ફાળવણી કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ કયારે કાર્યરત થશે તે તો આગામી સમય જ કહેશે,પણ અત્યારે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સરકારે છેલ્લા બે વર્ષમાં 1.81 કરોડનો ખર્ચ કરી નાંખ્યો છે.

X
10 countries Overturned Vibrant invitation

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી