તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગળામાં રક્ષા માટે પહેરેલી માતાજીની દોરીથી નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી નાખી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગરબાડા તાલુકાના બાવકા ગામે બનેલી ઘટના
  • ગેરમાર્ગે દોરવા ઘર બહાર પલંગ ઉપર સુવડાવી દીધો

દાહોદ: ગરબાડા તાલુકાના બાવકા ગામના નવાપુરા ફળિયામાં રહેતાં 21 વર્ષિય ધીરજ પરમારની બાઇક સ્લીપ થતાં તેના માથે ઇજા થઇ હતી. ‌ધીરજે તેના નાના ભાઇ પ્રફુલને ફોન કર્યો હતો. જોકે, કોઇ કારણોસર તે ગયો ન હતો. રાતના સમયે ઘરે આવેલા ધીરજે ‘તુ મને લેવા કેમ આવ્યો ન હતો’ કહેતાં બંને ભાઇઓ વચ્ચે તકરાર થઇ હતી. ત્યારબાદ અતિઆવેશમાં આવેલા 19 વર્ષિય પ્રફુલે મોટાભાઇ ધીરજે રક્ષા માટે ગળામાં પહેરી રાખેલી માતાજીની દોરી જોશભેર ખેંચી રાખી હતી. જેથી શ્વાશ રૂંધાઇ જવાને કારણે ધીરજનું મોત થઇ ગયું હતું.

મૃતદેહને ખાટલા પર સુવડાવી ચાદર ઓઢાઢી
હત્યા બાદ લોકને ગેરમાર્ગે દોરવા માટે પ્રફુલે ઘરની બહાર ખાટલો ઢાળીને ધીરજનો મૃતદેહ તેની ઉપર સુવડાવીને ચાદર ઓઢાઢી દીધી હતી. પરોઢે પોતે જ ધીરજ ઉઠતો ન હોવાની બૂમાબૂમ કરતાં સંબંધીઓ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતાં. રહસ્ય સર્જતી આ હત્યામાં જેસાવાડાના પીએસઆઇ એ.એન પરમારે શંકાના આધારે પ્રફુલની પુછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી દીધો હતો. પોલીસે પ્રફુલ સામે હત્યાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.