તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંપતીએ બૂમો પાડતાં તસ્કરોના ફાયરિંગમાં મહિલાનું પેટ વિંધાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેડાતની ઘટનાથી પ્રજામાં ભય : નળિયા ખસેડી ઘરમાં ઉતરી બકરા ખોલી રહ્યા હતા : મહિલાનું વડોદરા સયાજી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું

ધાનપુર: ધાનપુર તાલુકાના બેડાત ગામે રાત્રીના આઠેક વાગે અજાણ્યા તસ્કરોએ મારક હથિયારો સાથે ચોરીને અંજામ આપવાની નાકામ કોશીશ કરાઇ હતી. જેમાં તસ્કરો દ્વારા ઢાળિયામાંથી બકરાં ને ઝોડવાની કોશીશ કરતાં જાગી ગયેલાં દંપતી પર ફાયરિંગ કરાતાં એકને ઇજા પહોંચી હતી. બેડાત ગામમાં કાળીયા ફળિયામાં  ૧૫  સપ્ટેમ્બર ના રોજ કનુભાઈ ગમીરભાઈ પટેલ તથા તેની પત્ની શકરીબેન ઘરની બાજુમાં આવેલા ઢાળિયામાં રાત્રે આઠેક વાગે જમી પરવારીને ઊંઘવાની તૈયારીમાં હતા. તે દરમિયાન અજાણ્યા તશ્કરોએ બંદૂક જેવા મારક હથિયારો લઈને ચોરીને અંજામ આપવાની નાકામ કોશિશ કરી અને  તશ્કરોએ ઘરની બાજુના ઢાળિયામા ઉપરથી નળીયા તાડપત્રી સરકાવીને ઉપરથી નીચે ઢાળિયામા ઉતરી બકરા બાધેલા હતા તેને છોડવાની કોશિશ કરતા હતા. 
તેવામાં કનુભાઈ અને તેની પત્ની  ચોર ને જોઈ જતા બુમાબુમ કરતા ચોરી નો પ્રયાસ નિષ્ફળ નિવડતા ચોરોનો સાગરિત ઘર બહાર ઉભો હતો. તેણે બંદૂક જેવા શસ્ત્ર વડે ફાયરિંગ કરતાં શકરીબેનને વાગી જતાં ઘાયલ થયા હતા.ઘટનાની જાણ ગામમાં વાયુવેગે ફેલાતા લોકોમા ભયનો માહોલ સર્જાયો હતો જયારે થોડીવારમાં ધાનપુર પોલીસ મથકે ના પીએસઆઇ પણ સ્ટાફ સાથે બેડાત ગામે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત શકરીબેનને ૧૦૮ મારફતે દેવગઠબારીઆ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ગોધરાથી વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. વડોદરા એસ એસ જી હૉસ્પિટલમાં શકરીબેન ને પેટના જમણી બાજુ ના ભાગમાં ઑપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ગોળી કાઢવામાં આવી છે કેમ અને કેટલે સુધી અંદર હતી તે આ સમાચાર લખાય છે ત્યાં સુધી જાણવા મળ્યું નથી. ધાનપુર પોલીસ મથકે કનુભાઈએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ આપતા ધાનપુર પોલીસ અજાણ્યા શખ્સો નુ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

લાઇટ બંધ થયા બાદ ખેલ પાડ્યો
કનુભાઇ અને શકરીબેન ઘરના ઢાળિયામાં પાથરેલા ખાટલામાં આડા જ પડ્યા હતાં. તે વખતે એકાએક ઢાળિયાની લાઇટ જતી રહી હતી. અંધારાનો લાભ લઇને બે યુવકો ઢાળિયામાં ઘુસ્યા હતાં. લાઇટ કોઇ ફોલ્ટને કારણે ગઇ હતી કે તસ્કરોએ બંધ કરી હતી તે તપાસનો વિષય બન્યો હતો.

ભાગવા જતાં પટકાતા કનુભાઇ ઘાયલ થયા
તસ્કરો ઢાળિયામાં ઘુસ્યા હોવાનું જણાતાં ચોર-ચોરની બૂમો પાડીને કનુભાઇ ઢાળિયાની બહાર નીકળી ગયા હતાં. ભાગતી વખતે અંધારામાં ઠેસ વાગતાં તેઓ જમીન ઉપર પટકાયા હતા. જેથી દાઢીના ભાગે ઇજાઓ થઇ હતી. હિમંત એકઠી કરીને પુન: ઉઠીને તેમણે ખુમાનભાઇના ઘરે જઇને વાત કરતાં લોકો ભેગા થયા હતાં.

જૂના ઘર પાસે બનાવેલા ઢાળિયામાં રહેતાં હતાં
કનુભાઇએ પોતાનું જુનુ ઘર તોડી નાખ્યું હતું. ગામમાં જ નવુ ઘર બનાવ્યું હોવાથી પૂત્ર અને પૂત્રવધુ ત્યાં રહેતાં હતાં. જ્યારે જુના ઘર પાસે જ બનાવેલા ઢાળિયામાં બકરા અને બળદ બાંધી રાખતાં હોવાથી કનુભાઇ અને શકરીબેન રાત્રે ત્યાં જ ઉંઘતા હતાં. તેમનો પૂત્ર ટીફીન આપીને ગયા બાદ તસ્કરોએ ખેલ પાડ્યો હતો.