તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિકલસેલથી પીડાતા વિદ્યાર્થીને આચાર્યે લાફો ઝિંક્યો, માતાએ ઠપકો આપતાં ધો.3ના બદલે 4નું LC પકડાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિંગવડ તાલુકાની પાણીવેલા પ્રાથમિક શાળાની ઘટના
  • પુત્રના ગાળ પર સોળ જોઇ માતા શાળામાં દોડી ગઇ

લીમખેડા: સિંગવડ તાલુકાની પાણીવેલા પ્રાથમિક શાળાના આચાર્યએ ત્રીજા ધોરણના માસૂમ વિદ્યાર્થીને ડાબા ગાલ ઉપર લાફો ઝીંકી દેતા બાળક અસહ્ય વેદનાથી સમસમી ઉઠયું હતું. બાળકના ગાલ ઉપર લાફાના નિશાનો નીકળી આવતા તેની માતા આચાર્યને ટકોર કરવા ગઈ હતી. ત્યારે આચાર્યએ તેને પણ ધમકાવી બાળકને ચોથા ધોરણનું સર્ટિ આપી કાઢી મૂક્યો હતો. ગામજનો એકત્ર થઈ આચાર્યને રજૂઆત કરતા બાળકને ફરી પાછો ત્રીજા ધોરણમાં પ્રવેશ આપ્યો હતો. બનાવ સંદર્ભે જિલ્લા શિક્ષણ વિભાગના ભેદી મૌનથી અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે.ટ

‘તમારા જેવા લોકોના છોકરા મારી શાળામાં જોઈએ નહીં’ કહીં સર્ટિ આપી દીધું
સિંગવડ તાલુકાના પાણીવેલા ગામમાં ધોરણ 1થી 5ની પ્રા.શાળા કાર્યરત છે. શાળામાં કુલ 62 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોનો સ્ટાફ છે. 19મી સપ્ટેમ્બર શુક્રવારના રોજ બપોરે અઢી વાગ્યાના સમયે શાળાના આચાર્ય પંકજકુમાર પટેલે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા આઠ વર્ષના માસૂમ જીતેન્દ્ર વિજયભાઈ ચૌહાણ ને કોઈક કારણસર ડાબા ગાલ ઉપર જોરદાર લાફો મારી દીધો હતો. જેના કારણે જીતેન્દ્ર ચૌહાણના આખા ગાલ પર સોળ પડી ગયા હતાં. સિકલસેલની બીમારીથી પીડાતા પોતાના પુત્રને શાળાના આચાર્યે જોરદાર લાફો માર્યો હોવાનું પુત્રએ રડતા રડતા માતાને જણાવતા માતાનું હૃદય દ્રવી ઊઠયું હતું. પુત્રને સાથે લઈ જીતેન્દ્રની માતા શાળાએ જઇ ટકોર કરતા શાળાના આચાર્ય પંકજ પટેલે તેને ધમકાવી તમારા જેવા લોકોના છોકરા મારી શાળામાં જોઈએ નહીં તેવું જણાવી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા જિતેન્દ્રને ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હોવાનુ લખી સર્ટિ આપી શાળામાંથી કાઢી મુક્યો હતો.

તપાસ કરી અહેવાલ જિલ્લામાં મોકલી આપ્યો

ગ્રામજનો એકત્ર થતાં મેં માફી માગી છે
શાળામાં બાળકો મસ્તી કરતા હતા જેથી તેને લાફો માર્યો હતો. ત્યારબાદ પચાસ કરતાં વધુ ગ્રામજનો એકઠા થતા મેં માફી માંગી અને સમાધાન કરી લીધું છે- પંકજ પટેલ, આચાર્ય, પાણીવેલા પ્રા.શાળા