દાહોદ / લસણમાં નવ, ડુંગળીમાં ચાર ગણો ભાવ વધારો

Nine in garlic, increase onion four times the price

  • દાહોદમાં લસણ-ડુંગળી સહિતના શાકભાજી મોંઘા થયા, સૌથી સસ્તા મળતા બટાકાનો ભાવ પણ ગત વર્ષ કરતાં પાંચ રૂપિયા વધારે
  • વરસાદના મારથી શાક બજારમાં ન આવતાં ભાવમાં ભડકો

Divyabhaskar.com

Nov 11, 2019, 08:39 AM IST

દાહોદ: આ વખતે ચારે તરફ થયેલા ધોધમાર વરસાદને કારણે તેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર પડી છે. દાહોદ જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાંથી શાકભાજીની આવક અત્યાર સુધી શરૂ નહીં થતાં ગત વર્ષ કરતાં ભાવોમાં બમણાથી માંડીને નવ ગણી સુધીની વૃદ્ધિ જોવા મળી રહી છે. વરસાદ રોકાયા બાદ જે શાકભાજી બજારમાં આવતી હતી તે અત્યાર સુધી આવી નથી. દાહોદ શહેરમાં ગરાડુ આ વર્ષે અત્યાર સુધી સામાન્ય લોકોની જીભ સુધી પહોંચી નથી શક્યુ. શહેરમાં એક કે બે દુકાનો ઉપરજ ગરાડુ જોવા મળી રહ્યા છે. ઠંડીના રાજા ગરાડુ સાથે શક્કરિયા, ગાજર પણ અત્યાર સુધી બજારમાં આવી નથી.


બીજી તરફ વટાણા પણ કોલ્ડ સ્ટોરેજના જ આવી રહ્યા છે અને તે પણ હોલસેલ માર્કેટમાં 2400 રૂપિયે મણના ભાવે વેચાઇ રહ્યા છે. નવેમ્બરમાં આ સમય દરમિયાન વટાણા આવી જતા હોય છે. 2018માં આ સમયે વટાણા આવી ગયા હતા. હાલમાં બટાકા સૌથી સસ્તા વેચાઇ રહ્યા છે અને તેમાં પણ ગત વર્ષ કરતાં રીટેલ માર્કેટમાં તેનો ભાવ પાંચ રૂપિયા વધારે છે. ડુંગળીમાં ગત વર્ષ કરતાં ચાર ગણો અને લસણમાં તો નવ ગણો વધારો નોંધાયો છે. હાલમાં દરેક શાક ગત વર્ષ કરતાં બમણા ભાવે વેચાઇ રહ્યા હોવાથી ગૃહિણીઓના રસોડાનું બજેટ બગડ્યું છે.


15 દિવસ હજી તેજી રહેશે
ભાવોમાં 15 દિવસ હજી તેજી રહેશે. નવા માલની આવક શરૂ થયા બાદ ભાવ ઓછા થવાની શરૂઆત થઇ જશે. - સહેજાદ સબજીફરોજ, વેપારી


વરસાદની અસર પડી છે
આ વર્ષે શાક ઉપર વરસાદની અસર પડી છે. વધુ વરસાદને કારણે ઘણા ખેતરોમાં શાક વવાયુ જ નથી અને કેટલાક ઠેકાણો શાક ખરાબ થઇ ગયું છે. કેટલાક લોકોએ ફરીથી વાવણી કરી હતી. તેની અસર હવે જોવાઇ રહી છે. ઘણા ખેતરોમાં હાલ પણ ભેજ છે. ટુંક સમયમાં બજારમાં નવુ શાક આવી જશે.>ભેરૂભાઇ સોલંકી, ખેડુત

X
Nine in garlic, increase onion four times the price
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી